________________
વિચારણા કરી શકે. તેથી તેમને અલ્પ મનના કારણે મન નથી તેમ કહેવાય છે. તેથી તે અસંશી કહેવાય છે. કીડી સાકરની સુગંધથી આકર્ષાય તે લેવા જાય પછી તેનું શું થશે તેનો વિચાર ન હોય !
ભાવમન એ જ્ઞાનના પરિણામ સ્વરૂપે છે અને દ્રવ્યમન એ મનોવર્ગણાના પરિણમન સ્વરૂપે છે. અર્થાત્ જ્ઞાનનું સાધન એ દ્રવ્યમન. જેમ પાંચ ઈન્દ્રિયો જ્ઞાનનું સાધન છે. તેમ દ્રવ્યમન પણ માત્ર જ્ઞાનનું સાધન છે. તેથી મનને છઠ્ઠી ઈન્દ્રિય (નો ઈન્દ્રિય) પણ કહેવાય છે. પ્રારંભમાં આ મનઃપર્યાપ્તિ રૂપે પછી તે જ દ્રવ્યપ્રાણ રૂપે કાયમી હોય છે. આમ આપણને કર્મકૃત વ્યવહારથી જીવના વિભાવરૂપે આવશ્યક આવ્યું. મનનું સ્થાન સંપૂર્ણ શરીરમાં છે. જ્ઞાનોપયોગની પ્રવૃત્તિ તો આત્માના સર્વ પ્રદેશોમાં સંભવે છે તેથી અમુક ભાગમાં નથી તેમ ન મનાઈ કિન્તુ આત્માના સર્વ પ્રદેશોમાં છે. તેથી જે આત્મપ્રદેશો આગળ મનોવર્ગણાનું ગ્રહણ–પરિણમન થાય ત્યાં—ત્યાં મન હોય છે. જ્યારે દિગમ્બરોની માન્યતા પ્રમાણે દ્રવ્યમનને આઠ પાંખડીવાળા કમળ આકાર હૃદયમાં રહેલું માને છે. તથા નૈયાયિકો મનને 'અનુરૂપ' માને છે. મનને અંતઃકરણ પણ કહેવામાં આવે છે. પાંચ ઈન્દ્રિયોનું કાર્ય (વિષય) મર્યાદિત છે અને તે પણ રૂપી દ્રવ્યનું જ જ્ઞાન કરી શકે છે. જ્યારે મન અમર્યાદિત છે રૂપી-અરૂપી વસ્તુનું ચિંતન (લોકાલોકનું) કરી શકે છે. આથી મન દ્વારા જીવ ૧૪ રાજલોકમાં ભટકવા જાય છે. આત્મા પોતાના સ્વભાવમાં રમણતા કરવાના ધર્મવાળો છે. પણ અનાદિથી એ ભટકી રહ્યો છે. તેનું કારણ જે જે ભવમાં મન મળ્યું અને તેણે મનને નાથવાનો પુરુષાર્થ ન કર્યો તો તે મન વડે તે ભમાડાયો. આત્મા કર્મવશ પરાધીન થયો એટલે તેને મનની પરાધીનતા આવી. લોકાલોકનું જ્ઞાન કરવાનો આત્માનો પોતાનો સ્વભાવ છે. પણ કર્મને વશ થવાને કારણે જ્ઞાન કરવા તેને મનાદિ સાધનની જરૂર પડે છે. કેવલી ભગવંતો લોકાલોકનું જ્ઞાન એક સમયમાં કરે છે. પણ તેમાં મનની જરૂર નથી. આથી મન વડે વિચાર કરવો એ પણ વિભાવ છે.
પાંચમું વ્યવહારસ્કૃત આવશ્યક · પ્રતિક્રમણ
દ્રવ્ય મનનો જ્યાં સુધી ઉપયોગ થાય ત્યાં સુધી કર્મબંધ છે. કેવલીઓ
નવતત્ત્વ || ૨૪૬