________________
દ્રવ્ય મનનો ઉપયોગ જ્ઞાન માટે કરતા નથી. તેથી તે નિમિત્તે તેમને કર્મબંધ નથી. તેથી તેમને પ્રતિક્રમણ આવશ્યક નથી. આત્મા સ્વભાવે વીતરાગી છે. પણ મોહને આધીન થઈ મન દ્વારા જ્ઞાન કરી મનમાં રાગ-દ્વેષ, મિથ્યાત્વ ભેળવવા વડે વિભાવરૂપ સ્વભાવને પામે છે. તેથી છદ્મસ્થો માટે પ્રતિક્રમણ આવશ્યક જણાવ્યું. આત્માના સ્વભાવમાંથી પર સ્વભાવમાં ગયેલા આત્માને પાછા સ્વ-સ્વભાવમાં આવવા જ્ઞાનીઓએ પ્રતિક્રમણ વ્યવહાર આવશ્યક મૂક્યું છે. મન દ્વારા રાગાદિ ભાવના કારણે સતત વિભાવ રૂપે થવા રૂપ આવશ્યક થવાને કારણે જ્ઞાનીઓએ મન દ્વારા સ્વભાવમાં પાછા ફરવા પ્રતિક્રમણ આવશ્યક મૂક્યું છે. આથી પ્રતિક્રમણ આવશ્યક પ્રતિક્રમણની સ્થાપના કરતી વખતે, ઈચ્છા કારણે સંદિસહ ભગવદ્ દેવસિ પડિકમાણે ઠાઊં?" "ઈચ્છ' સવ્યસ્સવિ દેવસિએ દુચિતિ, દુર્ભાસિઅ.'
સૌ પ્રથમ મનથી દુષ્ટ ચિંતવેલું, પછી મુખથી દુષ્ટ બોલવાનું અને પછી કાયાથી કરેલી દુષ્ટ ચેષ્ટાનું ઓઘથી પ્રતિક્રમણ રૂપ '
મિચ્છા મિ દુક્કડમ્' આપવામાં આવે છે. આમ સૂર્યોદય પૂર્વે રાઈઅં પ્રતિક્રમણ કરવાનો હેતુ એ છે કે સમગ્ર રાત્રિ દરમ્યાન થયેલા વિભાવરૂપ પાપનું પ્રતિક્રમણ થઈ ગયું. હવે મારે મારા આત્માના ગુણ સ્વભાવમાં આખો દિવસ રમવાનું છે અને એની માટે મારે જિનાજ્ઞાના ઉપયોગમાં રમવાનું છે અને મન વડે તે જિનાજ્ઞાના ઉપયોગનું વિસ્મરણ (પ્રમાદ) ન થાય તેમ અપ્રમત બનીને સતત લક્ષમાં રાખવું જોઈએ. 9 આવશ્યકનો અધિકારી કોણ થાય?
આવશ્યક' એટલે અવશ્ય કરવા યોગ્ય કાર્ય તે આવશ્યક અથવા 'આવાસયતિ' ઈતિ ગુણો વડે આત્માને વાસિત કરવો તે આવશ્યક. આત્માએ પોતાના જ્ઞાનાદિ ગુણોમાં વાસ કરવો રમવું એ મુખ્ય નિશ્ચયથી આત્માનું આવશ્યક છે. આત્મા પોતાના સ્વભાવરૂપ ગુણમાં રહેવા પોતાનું શુદ્ધ સ્વરૂપનું આલંબન પકડે તો જ આત્મા પોતાના ગુણોમાં વાસ કરી શકે. તે માટે સૌ પ્રથમ પોતાના શુધ્ધ સ્વરૂપ સ્વભાવનો પોતાને નિર્ણય અને તેની રુચિરૂપ ૪થા ગુણસ્થાનકે આવવું પડે. તો અશુધ્ધ સ્વરૂપમાં અને સ્વભાવમાં રહેલા અને રમતા પોતાના
નવતત્વ // ૨૪૭