________________
અનુમોદના કરી. આમ સામાયિક આવશ્યકનો અભ્યાસ અનુપમાએ અહીં એવો કર્યો કે તેના સંસ્કાર અનુબંધ મહાવિદેહ ક્ષેત્રમાં ૮ વર્ષની વયે ઉદયમાં આવ્યા.૮ વર્ષની વયે દીક્ષા સ્વીકારી અને નવમા વર્ષે કેવલજ્ઞાન પ્રગટ થયું. a સાધુ-સાધ્વીઓને આગીના દર્શન કરવાનું કુતુહલ ન હોવું જોઈએ. સાધુ-સાધ્વી વીતરાગ પરમાત્માના દર્શન કરવા શા માટે જાય?
પરમ ચરણ સંવર ધરુ જીરે, સર્વાણ જિન દિક "શુચિ સમતા રુચિ ઉપજે રે; તે મુનિને ઈદ'
(દેવચંદ્રવિજય મ.સા.) પરમાત્માએ ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત કર્યું, પૂર્ણ સમતા રસમાં મહાલી રહ્યા છે. હું આપની જેમ પૂર્ણ સમતારસનો પૂર્ણ ભોકતા બનું અને આપ સર્વસત્તાગત પ્રગટ જિનોના સાક્ષાત્ દર્શન કેવલજ્ઞાન ચક્ષુ વડે કરો છો તો હું પણ ક્યારે તે પ્રમાણે કરીશ? અર્થાત્ મુનીને માત્ર વીતરાગતા અને સર્વશતા જ ઈષ્ટ છે તે માટે જ તે જિનના દર્શન માટે જાય. 1 શ્રવણેજિય
પાંચ ઈન્દ્રિયોમાં સૌથી પટુ ને ઝડપી બોધ કરી શકે છે. ચક્ષુ અને શ્રોત બે જ્ઞાનેન્દ્રિય અને અન્ય ત્રણ ભોગેન્દ્રિય સામાન્યથી કહેવાય છે. શ્રુતજ્ઞાન પ્રાપ્તિમાં શ્રોતેન્દ્રિય અને ચક્ષુ ઈન્દ્રિયનું વિશેષ કારણ છે. બાકીની ત્રણ ઈન્દ્રિયો ભોગેન્દ્રિય બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આંખોથી વસ્તુને જોયા પછી ગ્રહણ, ભોગવવાની ઈચ્છા થાય, કાંઈ સાંભળવાથી પણ થાય. શ્રવણેજિયના મુખ્ય ત્રણ વિષય શબ્દ ચિત્ત, અચિત્ત અને મિશ્ર. જીવસહિત દેહમાંથી નીકળતા શબ્દો સચિત્ત કહેવાય અને માત્ર જડમાંથી નીકળતા શબ્દ અચિત્ત કહેવાય અને જીવ અને જડના સંયોગથી નીકળતા શબ્દ જેમ વીણાવાંસળીમાંથી જે શબ્દ નીકળે તે મિશ્ર શબ્દ, પાંચે ઈન્દ્રિયોમાં સૌથી થોડા વિષયો શ્રવણેન્દ્રિયના છે. પણ જો આત્મા તેમાં સાવધાન ન થાય તો વધારે અનર્થકારી અને સમતામાં બાધક થાય. શબ્દો શુભ વ્યવહાર–મધુર અલંકારવાળા, ઊચિત
નવતત્ત્વ // રર૭