________________
ધનની તીવ્ર મમતાથી સાતમી નરકે ગયો.
સમતામાં પરની વિચારણા અર્થાત્ વિકલ્પો ન હોય. આત્માને પરનો વિચાર (વિકલ્પ) મોહરાજા કરાવે છે, તેથી આત્માનો વિચાર નથી આવતો. નવરા બેઠા હો ત્યારે તમને આત્માના વિચાર આવે? નથી આવતા તો તમને મોહરાજા સતાવે છે. સંસારના જ વિચારો સતાવે છે કારણ કે પોતે પોતાના આત્મા જોડે જોડાયેલો જ નથી. માટે સર્વશની આજ્ઞા છે કે હું એક સમય પણ પ્રમાદ ન કર.' આત્માનું વિસ્મરણ એ જ આત્માનું પહેલું મરણ છે.
અનંતકાળથી આત્મા આરાધના કરીને આવ્યો છતાં આરાધનાનું ફળ શું? આત્માને ક્રમાં રાખીને આરાધના કરી તેથી મોહ ઘટવાને બદલે વધતો ગયો.
ધર્મસ્થાનમાં પણ કોઈ માનપૂર્વક ન બોલાવે તો ચલાવી લો ને? માન શા માટે જોઈએ છે? પર ગમે છે માટે તો તમને ધર્મ ગમતો નથી. મોહ ઓછો કરવાના બદલે ધર્મથી માન કેમ માંગો છો?
ચારિત્ર એટલે મોહથી છૂટા થવું
મોહથી છૂટા થવું એનું નામ ચારિત્ર. સામાયિક વધે તો ઘરવાળાસ્વજનો જોડે સંબંધ ઓછો થાય કે ગાઢ થાય? ઘરમાં શાંતિ વધે કે અશાંતિ? તમારી ડીમાંડ ઘટે જ!
જો ડીમાંડ વધતી હોય, અશાંતિ વધતી હોય તેથી ઘરવાળા જોડે અલગ થવાનો ભાવ આવે, પણ ઘરથી અલગ થવાનો ભાવ નહીં તો સમતા ઘટી.
મોહથી છૂટા થવું એટલે ઘરવાળાથી છૂટા થવું કે ઘરથી છૂટા થવું? ઘર છોડશો અને બીજું ઘર વસાવશો તો તમે સંયુક્ત કુટુંબમાંથી છૂટા પડી સ્વતંત્ર થઈ પાછું ઘર વસાવી મોહરાજામાં વધારે ફસાવાના.
જ્ઞાનનું ફળ સમ્યગુ દર્શન, સમ્યગદર્શનનું ફળ ચારિત્ર, ચરિત્રનું ફળ તપ. n ત૫
સમ્યગદર્શન ગુણ વિના જેમ ચારિત્રગુણ પ્રગટ ન થાય તેમ ભાવતપગુણ
નવતત્વ // ૮૨