________________
pકાયોત્સર્ગ ધ્યાનમાં શ્વાસોચ્છવાસનો હેતુ શું?
કાયોત્સર્ગ ધ્યાનમાં ચિત્તની સ્થિરતા માટે, ચિત્ત કાયા સાથે જોડાયેલું છે કાયા શ્વાસોચ્છવાસના આધારે, આથી કાયાની સ્થિરતા માટે શ્વાસોચ્છવાસની સ્થિરતા જરૂરી. કાયાની સ્થિરતાથી ચિત્તની ચંચળતા અટકે અર્થાત્ વિકલ્પો, ભય સંજ્ઞા અટકે. જેટલો ભય વધારે તેટલા ગ્વાસોચ્છવાસ વધે, તેટલી સમતા જાય. શ્વાસોચ્છવાસ વર્ગણા પુદ્ગલરૂપ છે અને પુદ્ગલ સંયોગ એ આત્મા માટે પીડા રૂપ. આથી શ્વાસોચ્છવાસનો સંપૂર્ણ અભાવ થાય પછી જ આત્માનું અવ્યાબાધ સુખ પ્રગટ થાય. 'n સ્થિરતાના બે પ્રકારઃ (૧) સ્વભાવ (૨) સ્વરૂપ સ્થિરતા
મોહના વિગમથી ગુણની પૂર્ણતારૂપ ઉપયોગ સ્વભાવ સ્થિરતા અને યોગના વિગમથી આત્મપ્રદેશોની લેશીકરણ વખતની સ્થિરતા. ૧રમે મોહની સર્વથા નિવૃત્તિ ૧૩મે કેવલજ્ઞાનથી ગુણની પૂર્ણતારૂપ ઉપયોગ પ્રદેશ સ્થિરતા અને ૧૪મે સંપૂર્ણયોગની નિવૃત્તિરૂપ અયોગી, ગુણાતીત, રૂપાતીત, દ્રવ્યાતીત અને ભવાતીતરૂપ સિધ્ધાવસ્થા તે સ્વરૂપ સ્થિરતા. a છ આવશ્યક શાનીઓએ શા માટે બતાવ્યા છે?
* છ એ આવશ્યક જ્ઞાની ભગવંતોએ આપણા સ્વભાવને ભોગવવા માટે બતાવ્યા છે. (૧) આત્માનો પ્રથમ સ્વભાવ સમ્યગુદર્શન ચોથા ગુણઠાણે થાય. ક્ષાયિક સમ્યકત્વ પ્રગટયા પછી ક્યારે પણ જાય નહીં. (૨) બીજો આત્માનો સ્વભાવ ક્ષાયિકવીતરાગતા (યથાખ્યાત ચારિત્ર) ૧રમા ગુણઠાણે પ્રગટ થાય. (૩) ૧૩મા ગુણઠાણે અજ્ઞાન–શંકા કે વિપર્યાસના અભાવરૂપ અને ગુણોના સ્વભાવરૂપ કેવલજ્ઞાન, કેવલદર્શન, વીતરાગતા અને અનંતવીર્ય પ્રગટ થાય. (૪) ૧૪મા ગુણઠાણે સર્વસંગ (સંયોગ સંબંધ) રહિત આત્માની શુધ્ધ સ્વતંત્ર
નવતત્વ // ૨૮૩