________________
વિગ્રહગતિમાં જ્યારે એકથી વધારે સમયની ગતિ હોય ત્યારે તે આહાર વગરની હોય. પ્રથમ સમયે આહાર ગ્રહણ કરે, અને એક સમયમાં જો સરલગતિમાં ઉત્પતિસ્થાને પહોંચી જાય તો ત્યાં જઈ તરત આહાર ગ્રહણ કરે પણ ગતિમાં જ્યારે ફંટાઈને જવું પડે ત્યારે જેટલા ગતિમાં વળાંક આવે એટલા સમયમાં તે આહાર ગ્રહણ ન કરે. જ્યારે તે ઉત્પતિ સ્થાને પહોંચે ત્યારે તે આહાર ગ્રહણ કરે. આમ ૧ એક—બે સમય વિગ્રહગતિમાં આહાર વિનાનો હોય. કેવલી સમુઘાતમાં જ્યારે ચોથા, પાંચમા સમયમાં અયોગી હોય ત્યારે પણ આહાર ગ્રહણ કરતો નથી.
વિગ્રહગતિમાં ત્રણે પ્રકારનો આહાર ન હોવા છતાં આયુષ્ય સિવાય સાત કર્મનો બંધ અવ્યકત દશામાં પણ જીવને હોય, કારણ કર્મનો ભોગ પ્રદેશોદયથી ચાલુ હોય. અનભિસંધિવીર્યવિભાવદશામાં પ્રવર્તતુ હોવાથી કર્મબંધ ચાલુ છે. અર્થાત્ આત્મા સ્વગુણોનો ભોગ ન બને ત્યારે કર્મબંધ ચાલુ. મોટા વાયાદેવ ન ર આત્મજ્ઞાનતો ભવે I (યોગશાસ્ત્ર)
યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય મ.સા. ફરમાવે છે કે આત્માને કર્મ સંયોગરૂપે સંસાર અનાદિથી વળગેલો છે અને તે અનાદિ કર્મસંયોગરૂપ સંસારનો નાશ ન કરવામાં આવે તો તે બીજા અનેક સંયોગરૂપી સંસારનું સર્જન કાર્ય કરે છે. ' અર્થાત્ કર્મના ઉદયે નવા નવા ભવરૂપ જન્માદિ સંયોગ અને તે માટે આહારાદિ સંયોગ સંસારની પરંપરાનું સર્જન થયા કરે અને આત્મા માટે પરપુગલ સંયોગ સંસાર એ જ દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધરૂપ છે અર્થાત્ દુઃખની પરંપરાનું કારણ છે. જ્યાં સુધી સંયોગ એ જ સંસાર અને તે જ દુઃખ છે જે સર્વજ્ઞ ભગવંતોએ કહી છે તે વાત જ્યાં સુધી શ્રધ્ધા– અને પ્રતીતિરૂપે નહીં બેસે ત્યાં સુધી તે સંસાર સંયોગમાંથી આત્માને સદા માટે છૂટવારૂપ જે મોક્ષ – તે માટે ઉપાયરૂપ "આજ્ઞાયોગ-રૂપ આવશ્યક કહ્યા છે તે આવશ્યક વ્યવહાર આચરવા છતાં સફળ નહીં બને અને મોક્ષના કારણરૂપ નહીં બને.
નવતત્વ // ૧૩૬