________________
સામાયિક ભાવથી ભવ્ય જ કરી શકે. અભવ્ય ન કરી શકે. ભવ રૂપી અનાદિ સંયોગ સંબંધથી આત્માને સદા છૂટવાનો ભાવ થાય તે જ ભવ્ય. જે આત્માનું નથી તે રૂપે થયેલા ભવ તેમાંથી છૂટવું તે મોક્ષ, તેમાંથી છૂટવાનો માર્ગ તે મોક્ષમાર્ગ. આવશ્યકનું કાર્ય પણ ભવમાંથી જીવને છોડાવવાનું છે.
પ્રતિક્રમણ સૂત્રનું મુખ્ય સૂત્ર પ્રથમ ઈરિયાવહી' સૂત્ર અર્થાત્ લધુ પ્રતિક્રમણ' બીજું મુખ્ય સૂત્ર શ્રાવકોને માટે 'વંદિત સૂત્ર' અને સાધુઓને માટે 'શ્રમણ સૂત્ર'. અઈમુત્તામુનિએ પ્રતિક્રમણ સૂત્ર વડે, પાપનું પ્રાયશ્ચિત્ત કરતા 'પણગ-દગ–મટ્ટી' આ પદની વિચારણા કરતા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ઈરિયાવહી સૂત્ર વડે સર્વ જીવરાશિનું (વ્યવહારથી પ૩ જીવોનું) આશાતનાદિ સર્વ પાપનું પ્રાયશ્ચિત્ત થવા વડે શુધ્ધિ થાય છે.
પાપની શુધ્ધિ ક્યારે થાય?
પાપનું સ્વરૂપ ખબર હોય તો પાપ શું છે આત્માનો વિભાવ તે પાપ' સ્વભાવ તે ધર્મ. સ્વભાવને રોકનાર કર્મ તે પાપ. તે ઘાતિ–અઘતિ સ્વરૂપે છે. ઘાતી કર્મની ૪૫ પ્રકૃતી પાપરૂપ છે. (જ્ઞાનાવરણીય-પ દર્શનાવરણીય-૯ મોહનીય-ર૬ અને અંતરાયની–૫) અઘાતિમાં પાપ અને પુણ્ય બંને પ્રકારો છે. (નરક સિવાયના ૩ આયુષ્ય +૧ ઊંચ ગૌત્ર + શાતા વેદનીય + ૩૭ નામકર્મ - ૪ર અઘાતિ પુણ્યપ્રકૃતિ.) ૧ નરક આયુષ્ય + નીચગોત્ર + અશાતા વેદનીય + ૩૪ નામકર્મ - ૩૭ અઘાતી + ૪૫ ઘાતી - ૮ર પાપપ્રકૃત્તિ. આપણે આપણા સ્વભાવમાં રહેવું તે ધર્મ છે. પણ પાપના ઉદયે પ્રતિકૂળતા મળતા ખટકે છે. અનુકૂળતા નથી તે ખટકે છે, પુણ્યના ઉદયે અનુકૂળતા મળે.
મારે પ્રતિકૂળતામાં પણ સમતામાં રહેવું તે મારો ધર્મ હતો પણ તે ધર્મ મેં ન કર્યો તેનો ખટકો રહેતો નથી. અનુકૂળતા ન મળી તેનો ખટકો રહે અર્થાત્
જ્યાં સુધી આત્મ સ્વભાવરૂપ ધર્મમાં જ મારે રહેવાનું છે અને વિભાવમાં રહેવું નથી તેવો નિર્ણય ન થાય ત્યાં સુધી પુણ્યના ઉદયે મળતી અનુકૂળતામાં જ રહેવાનું ગમે અને અનુકૂળતાનો ગમો થાય તે જ મહાપાપ છે. ત્યાં સમતા સ્વભાવ ધર્મમાં રહેતો નથી તેથી વિભાવરૂપ પાપ પ્રત્યે ધૃણા પ્રગટવી જોઈએ (યભાવ) અને
નવત // રપ૪