________________
સાક્ષીભાવથી રહેવારૂપ કેવલીએ કાયાથી નિરાળા એવા શુધ્ધાત્માને સર્વથા ભિન્ન રૂપે જુવે
અને વર્તે. () પ્રતિક્રમણ = સદા સ્વ સ્વરૂપમાં સ્થિર થઈ જ્ઞાનાદિ સ્વભાવમાં
રમવારૂપ, પાપનું અકરણ, વિભાવ રૂપ પાપનો
અભાવ રૂપ, પ્રતિક્રમણાવશ્યક છે. આમ ચઉવ્વિસત્થો ચોવીસ જિનેશ્વર પરમાત્માના ગુણ ગાવા વડે શુધ્ધ છ આવશ્યકની અનુમોદનાનો લાભ અને તેવા શુધ્ધ આવશ્યક કરવાની રુચી શક્તિ પ્રગટ કરવાની પરમ ભૂમિકાનું સર્જન થાય.
પરમાત્મા પરમ સત્યરૂપે છે. સત્ય તત્ત્વરૂપે રહેલા પરમાત્માની સત્યની ઉપાસના કરવાની છે. અસત્ય બોલવું એ પાપ છે. જેમ ખાવું એ પાપ, આત્માનો સ્વભાવ નહીં તેમ મૂળમાં બોલવું એ પણ નિશ્ચયથી પાપ જ છે. તેથી મોક્ષના ઉપાસક મુનિને માટે મુનેઃ ભાવ મૌન સદા મૌનમાં જ રહેવું. પ્રભુ મહાવીર પરમાત્માએ દીક્ષા–સામાયિક' લઈને તેને સિધ્ધ કરવા ૧રા વર્ષ મીન ધારણ કર્યું. મીન વિના વાસ્તવિક સામાયિક શુધ્ધ થાય નહીં.
મૌન કોને કહેવાય? सम्यक्त्वमेव तन्मौनं मौनं सम्यक्त्वमेव वा ।
(ાનસારી) જે મુનિ જગતનું સત્ય તત્ત્વ જાણીને સ્વીકારીને તે આત્મતત્ત્વને પોતે તેમાં પૂર્ણ રમણતા રૂપ પરિણમન થઈ જાય તેને જગત આગળ બોલવાનો પ્રયાસ હોતો જ નથી. તે સદા મૌન સ્વભાવમાં જ રમતા હોય છે, અને જ્યાં સત્ય તત્ત્વનો નાશ થતો હોય ત્યાં સત્યના સમર્થન રક્ષા માટે તેને બોલવાનું છે. ત્યાં ન બોલે તો પણ તેને દોષ છે. કારણ વિના બોલે નહીં. કારણે બોલે તો દોષ નથી. મુનિ કારણ વિના ભોજન ન કરે. કારણે ભોજન કરે તો પણ ઉપવાસી કહેવાય. કેવલીઓ માત્ર સત્ય વચન જરૂર પૂરતું બોલવું પડે તેટલું જ બોલે છે. તેથી તે બોલવા છતાં
નવતત્વ // ૨૪૨