________________
ત્રીજી પૂર્ણ શુધ્ધ અવસ્થા છે. આત્માનું ધ્યાન કરવા માટે આત્માના સ્પષ્ટ સ્વરૂપદશાનો નિર્ણય જરૂરી છે. તે માટે શરીરમાં ઉદાસીનતા, કર્મ કષાય સ્વરૂપ અશુધ્ધ અવસ્થા પર કરુણા, આત્માની શુધ્ધ દશામાં પ્રમોદ સર્વ જીવો સાથે મૈત્રીભાવ અને દેવગુરુના અતિનિર્દક આત્માઓ પ્રત્યે માધ્યસ્થભાવ આ ચાર ભાવના વારંવાર ભાવવી જોઈએ. a આત્માની ૪ અવસ્થાનું ચિંતન
ન ચૈતનિલયે યુક્તમ્ ભૂતગ્રામો યતો અખિલ : નામકર્મ પ્રકૃતિજ : સ્વભાવો નાત્મનઃ પુનઃ ||
(અધ્યાત્મ સાર). ૧. શરીરની બાહરૂપી અવસ્થા બાહ્યરૂપ આકારથી યુક્ત, નામકર્મના ઉદયે સિધ્ધના જીવો સિવાય સર્વ સંસારી જીવોને રૂપી શરીરના સંયોગરૂપ રૂપી અવસ્થા પ્રાપ્ત થઈ છે તે આત્માના મૂળ સ્વભાવ રૂપ નથી. પણ આત્માના વિભાવરૂપ કર્મની વિકાર અવસ્થા છે. માત્ર શરીરનું રૂપ અને આકાર માત્ર બાહ્ય ચામડી રૂપ કર્મથી વિપાક અવસ્થારૂપ બાહ્ય અવસ્થા છે. તેજ માત્ર ચક્ષુઈન્દ્રિયથી જોવાય છે. અરૂપીનો વિકાર તે રૂપ, નિરાકાર આત્માનો વિકાર, તે આકારનું પુગલનું સ્વરૂપ છે. જેને આત્માએ પોતાનું માની તેના માટે જ પોતાનું જીવન જીવે છે. ૨. શરીરની અંદરની અશચિ અવસ્થા આત્માની બીજી કર્મ વિપાકના વિકારવાળી અવસ્થા નામકર્મના ઉદયે શરીરની રચના સમગ્ર લોહી, ચરબી આદિમાં અશુચિ પદાર્થોથી થઈ.
સતત ક્ષશિક શોહિત પ્રભાવ, રૂપમપિ પ્રિય નહિ અવિનાશી નિસર્ગ નિર્મલ પ્રથમાનસ્વરૂપ નિવા૧૮૮૭
| (અધ્યાત્મસાર) સૌ પ્રથમ જીવ અશુચિ–બિભત્સ એવા શુક્ર-શોણિત પુદ્ગલોને ગ્રહણ કરે છે. આહારરૂપે ગ્રહણ કરેલા પુગલોને રસ રૂપે પરિણાવી તેમાંથી શરીરની
નવતત્ત્વ || ૨૧૫