________________
રચના કરી જે ગંધાતુ અને ૭ ધાતુ અશુચિમય છે. રસ, લોહી, માંસ, ચરબી, હાડકા, મજ્જા અને વીર્ય. આ આઠે ધાતુ જીવને જોવી કે રાખવી ગમતી નથી. આત્મા શરીરમાંથી ચાલ્યા ગયા પછી એક પણ ધાતુ જીવને કોઈપણ ઉપયોગમાં આવતી નથી. આથી અશુચિમય કાયાના જો નિરંતર દર્શન થાય તો કાયા પર સહજ વૈરાગ્ય આવે. બહારની ચામડી રૂપ અને આકાર જોવામાં રાગ–કામ પ્રગટ ન થાય માટે સતત આંતર ચક્ષુ વડે તેના રોજ દર્શન કરવા જોઈએ. બહારની કાયાના દર્શન માટે અરિસાનો ઉપયોગ કરવામાં આવે છે તે અરિસામાં મુખાદિના દર્શન કરી આત્માને ભૂલવાનું અને કાયા પર રાગાદિ ભાવ કરીને સામાયિક સ્વભાવને ખંડિત કરવાનું થાય. અરિસાની બાજુમાં અંદરના શરીરની રચના દર્શાવતું ચિત્રપટ્ટ રાખવું જોઈએ જેથી અંતર કાયાનું અશુચિમય સ્વરૂપનું દર્શન થાય અને તેમાં ઉદાસીન ભાવ પ્રગટ થાય. આ બે બાહ્ય–અત્યંતર કાયાની દશામાં કારણરૂપ ત્રીજી અવસ્થા નીચે મુજબ છે. ૩. અશુધ્ધ અવસ્થાઃ ૧૫૮ કર્મની પ્રકૃતીઓ આત્માને બેડી રૂપ છે. આત્મા અરૂપી, તેજોમય એવો આત્મા કાર્મણકાયા (કાળી, તૈજસ, કાયા) અને કષાયભાવથી કલંકિત એવી આ અશુધ્ધ અવસ્થા છે. જેના કારણે સદા પરમાનંદમાં મહાલાવના સ્વભાવવાળી આત્મા કલુષિત-વ્યાકૂળતાનો, પીડાનો અનુભવ કરે છે. આત્માની આ દુઃખી અવસ્થા જોઈ તેના પર કરુણા થાય. ૪. શુધ્ધ અવસ્થા : (અ) અક્ષય, અસંખ્ય-પ્રદેશી અખંડ એવા (બ) અરૂપી નિરંજન, નિરાકાર (ક) અગુરુલઘુ (હલકો નહીં–ભારે નહી) સર્વ જીવોને પોતાનામાં સમાવી લેવાના સ્વભાવવાળો અર્થાત્ પોતે સર્વમાં સમાઈ જવાના સ્વભાવવાળો તથા (ડ) અવ્યાબાધ (પીડાથી રહિત સાતા, અસાતાની પીડાથી રહિત) એક પ્રદેશમાં અનંત જ્ઞાનાદિ ગુણોની સમૃધ્ધિથી ભરેલો સિધ્ધ સ્વરૂપી એ આત્માની ચોથી અવસ્થા છે.
ज्योर्तिमयं ममात्मानं पश्यतो अत्रेव यांत्यमी । क्षयं रागादयस्तेन नारिः कोडपि न में प्रियः ॥
(યોગ પ્રવીપ)
નવતત્વ | ૨૧૬