________________
અધ્યવસાય ટળે નહીં ત્યાં સુધી આત્માનો અધ્યવસાય આવે નહીં. દેહઆત્માના ભેદજ્ઞાન વિના આત્મા ભમ્યા કરે તેથી ભેદજ્ઞાન કરવા નવતત્ત્વ દ્વારા આત્માનું શુધ્ધ-અશુધ્ધ સ્વરૂપજ્ઞાન કરવું જરૂરી.
જેટલા અંશે દેહાધ્યવસાય ટળે તેટલી દેહની મમતા ટળે. તેટલી દેહ સંબંધી સમાધિ સમતાનો આત્માને અનુભવ થાય. દેહની મમતા ટાળવા માટે જ જિનશાસનમાં તપ પર ભાર મૂકવામાં આવે છે. a આત્માની અશુદ્ધ અવસ્થા કઈ રીતે થાય?
સત્તાએ આત્મા અસંખ્યપ્રદેશી, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ સ્વરૂપે રહેલો છે. અઘાતિ કર્મરૂપ પ્રથમ આયુષ્યકર્મના ઉદયે આત્માની અક્ષય-સ્થિતિ ફેકાય અને આયુષ્ય અને નામકર્મના ઉદયે ઔદારિકાદિ વિનાશી રૂપી કાયામાં અમુક કાળસુધી જ રહેવાનું નક્કી થાય. નામકર્મના ઉદયથી અરૂપી આત્મપ્રદેશો રૂપીકાયામાં ગોઠવાઈ જાય–આમ આયુષ્યકર્મના ઉદયથી આત્મા અશુધ્ધ થાય. || આવશ્યક :
સામાયિક, ચઉવિસત્થો, વંદન, પચ્ચકખાણ, પ્રતિક્રમણ અને કાઉસ્સગ્ન આ છ વ્યવહાર આવશ્યક અનુષ્ઠાનની આરાધના તીર્થંકર પરમાત્મા શા માટે ઉપદેશરૂપે ફરમાવે છે? | સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માઓ પણ આત્માએ જે સ્વભાવરૂપે જે અવશ્ય કર્તવ્ય કરવાનું હોય તેજ કરવાનું આજ્ઞા' રૂપે ઉપદેશ ફરમાવે તે સિવાય બીજો કોઈ પણ ઉપદેશ ફરમાવે નહીં કારણ સ્વયં (સર્વજ્ઞ) અને 'વીતરાગ' છે. 'સર્વશી અને 'વીતરાગ' આ બે આત્માના ગુણની પૂર્ણ અવસ્થા છે.
જે ગુણથી પૂર્ણ થઈ જાય તેને હવે કંઈ બનવાની કે કોઈને કઈ બનાવવાના ભાવ ન હોય, આથી સર્વજ્ઞ બની જે સામાન્ય કેવલી થાય તેમને ઉપદેશ પણ આપવાનો વ્યવહાર નિયત નહીં તેમને જ્ઞાનમાં ઉપદેશ આપવા યોગ્ય જણાય તો આપે નહીં તો ન પણ આપે. માત્ર પોતાના શેયના જ્ઞાતા બનવા અને
નવતત્ત્વ || ૧૩૧