________________
થતી વખતે પર્યાપ્તીરૂપે (પુદ્ગલ–ગ્રહણ–પરિણમન રૂપ ક્રિયા) હોય છે અને તે જ પ્રાણરૂપે જીવન પર્યન્ત રહે છે જેના વડે જીવનું જીવન ચાલે છે.
આહારાદિ છએ પર્યાપ્તિ વિવિધ પુદ્ગલના પિંડના સમુહરૂપ હોવાથી તેમાંથી સર્જાતા દ્રવ્યપ્રાણો પુગલના પિંડરૂપ છે. તે આત્માને સંયોગ સંબંધ સ્વરૂપ છે. તેથી અવશ્ય વિયોગ સ્વભાવવાળા છે. દ્રવ્ય પ્રાણોની ઉત્પત્તિમાં આયુષ્યના ઉદયની મુખ્યતા અને દ્રવ્ય પ્રાણના વિયોગમાં પણ આયુષ્ય પ્રાણના અસ્તની પ્રધાનતા છે. આયુષ્ય પ્રાણ અનંતા કાર્મણ–વર્ગણાના સ્કંધરૂપ છે અને તે કાર્મણ-વર્ગણાના સ્કંધ આયુષ્ય કર્મના ઉદય સાથે પ્રતિ સમયવિયોગ પામતા હોવાથી આયુષ્ય પ્રાણ અનિત્ય છે. આયુષ્ય પ્રાણના આધારે બાકીના નવ દ્રવ્ય પ્રાણો ટકવાના હોવાથી આયુષ્ય પ્રાણની હયાતિ દરમ્યાન નવ દ્રવ્ય પ્રાણોની સહાય લઈ ભાવ પ્રાણોની રક્ષાશુધ્ધિ-વૃધ્ધિરૂપ આરાધના કરી લેવી જોઈએ. નહિ તો દ્રવ્યપ્રાણોનો દુરુપયોગ કરવા વડે સંસાર પરિભ્રમણ વૃધ્ધિ કરી ચાલ્યા જવું પડશે.
ત્રીજુ કર્મફત આવશ્યક ઈન્દ્રિય
સૌ પ્રથમ કર્મવશ જીવે આહાર ગ્રહણ કરવા દ્વારા આહાર એ કર્મકૃત આવશ્યક થયું. તેને દૂર કરવા અર્થે જ્ઞાનીઓએ વ્યવહારથી પચ્ચકખાણ આવશ્યક ફરમાવ્યું છે. વ્યવહારથી આત્મામાં નિશ્ચયરૂપ આત્માનો અણાહારી (જ્ઞાનામૃત) સ્વભાવ પ્રગટ થાય. આહારના જ રસમાંથી શરીર બન્યું. નામકર્મના ઉદયથી આત્મા–શરીરમય-રૂપમય–આકારમય બની ગયો. અર્થાત્ શરીરમાં નમી ગયો અને શરીરયોગ વડે સર્વત્ર નમવાનું નાચવારૂપે આવશ્યક આવ્યું. તેને દુર કરવા જ્ઞાનીઓએ વંદન આવશ્યક મૂક્યું. આત્માનું વીર્ય પરને નમવાનું છોડી સ્વગુણમાં જ નમવાથી વંદન રૂપ આવશ્યક બને.
આહારના જ રસમાં ઈન્દ્રિયનું નિર્માણ થયું. જે (ઈન્દ્ર) આત્મા સ્વયં જ્ઞાન કરવાના સ્વભાવ સાર્મથ્યવાળો છે તેને હવે ઈન્દ્રિયની પરાધીનતા આવી અને તે પણ ઈન્દ્રિયો દ્વારા અશુધ્ધ–અલ્પ મર્યાદિત જ્ઞાન થાય, તે ઈન્દ્રિયોથી
નવતત્ત્વ // ૧