________________
થતાં જ્ઞાનમાં સાવધાન ન બને તો વિષયાવશ્યક રૂપે બની જાય. વર્તમાનમાં પુદ્ગલનું સુખ ઈન્દ્રિયો વડે ભોગવાય છે. તેથી ઈન્દ્રિયો આત્માને આશ્રવરૂપ બંધન લાગવી જોઈએ પણ મોહના ઉદયમાં એ ગમે છે. વિષયની આશ્રવરૂપ સાધન બનેલી ઈન્દ્રિયને જ્ઞાનનું સાધન બનાવવું જોઈએ. તે બનાવવા પ્રથમ માન્યતા ફેરવવી પડે. ઈન્દ્રિયસુખ એ સુખ નથી પણ દુઃખ જ છે. તેવું સર્વશ વચન છે. તેથી ઈન્દ્રિય સુખ દુખી પ્રતિતી ન શય ત્યાં સુધી ઈન્દ્રિય સુખો એડવાનું મન નહીં થાય. ઈન્દ્રિયોથી વસ્તુનું જ્ઞાન કરવું તે દુઃખ કે કર્મબંધનું કારણ નથી. કારણ શેયને જાણવું તે આત્માનો સ્વભાવ છે. પણ વસ્તુને યથાર્થ રીતે જાણી તેમાં રાગ-દ્વેષ ન કરવાને બદલે રાગ-દ્વેષ કરવા વડે ને કર્મબંધનું કારણ બને છે. તેથી જ્ઞાનીઓએ ઇન્દ્રિય વિષયનું સાધન ન બને અને તે જ ઈન્દ્રિયો, મનની સહાયથી સામાયિક સ્વભાવ પ્રગટ કરવાનું કહ્યું.
ઈન્દ્રિય એ આત્માનું બંધન છે આત્માના જ્ઞાન અને સુખને રોકનારી છે.
વર્તમાનમાં વિષયસુખ ઈન્દ્રિયો દ્વારા ભોગવાય છે. આથી ઈન્દ્રિયો બંધનરૂપ લાગવી દુષ્કર છે. ઈન્દ્રિયોની સહાય લઈને જ ઈન્દ્રિયોનું બંધન તોડવાનું છે. તે માટે ઈન્દ્રિયોને વિષયના સાધન ન બનાવતા માત્ર જ્ઞાનનું સાધન બનાવવું જોઈએ.
એક સમયમાં સર્વ જ્ઞયને જાણવાના સામર્થ્યવાળો આત્મા કર્મની પરાધીનતાના કારણે માત્ર પુગલ દ્રવ્યના પાંચ વિષયને જાણવા પાંચ ઈન્દ્રિયોના બંધન વાળો થયો. ઈન્દ્રિયોએ માત્ર પાંચ વિષયોના જ્ઞાનના સાધન રૂપ છે. આ ભાન આવતા ઈન્દ્રિય પાંચ વિષય સુખના સાધન માની તે વડે વિષય સુખોને સુખ માણી દુઃખની લાગણીઓ અનુભવી ઈન્દ્રિયોની પરાધીનતા મજબુત કરે છે. "સર્વશ વચન ઈન્ડિયાએ દુઃખરૂપ છે.' * "ઈન્દ્રિય વિષય સકલનું દ્વાર એ બધ હેતુ દઢ એ હોજી"
પૂ. દેવચંદ્રજી)
નવતત્ત્વ)૧૬૭