________________
કરવામાં આવે કે 'ક્ષુધા તૃષા' એ આત્માની સ્વભાવ દશા નથી પણ ખાવું–પીવું એ વિભાવદશા તેથી તે પાપરૂપે છે. પૂર્વે આત્મા, આત્માની સ્વભાવદશા આત્મગુણોના ભોગ રમણતામાં ન રહ્યો અને પુદ્ગલપિંડમાં લોલુપ બની તેમાં સુખની બુધ્ધિ કરી પુદ્ગલના પાંચ સ્વાદ (ખાટો, મીઠો, તુરો, કડવો, તીખો) ને માણવામાં આનંદ માની, આત્માના સ્વભાવ વિરૂધ્ધ પ્રવૃત્તિ કરવા વડે વેદનીય કર્મ બંધાણું અને તે આજે વેદના આપવા રૂપે ઉદયમાં આવ્યું છે. સૌ પ્રથમ જિનાજ્ઞા 'સુધા—તૃષા એ પરિષહ છે, સ્વભાવ નથી.' તો તું તેને સહન કર અથવા તું તારા સમતા સામાયિક સ્વભાવમાં રહે. જ્યાં સુધી તારી સમાધી ટકે ત્યાં સુધી આહાર–પાણીના પુદ્ગલો ન આપ. તે બધુ દ્રવ્ય સંસાર છે. આમ સમતામાં (સ્વભાવ) રહેવાથી વિભાવમાં રહીને બાંધેલું કર્મખરી પડશે. નવું નહીં બંધાય અને જૂના નાશ પામશે અને તારો અણહારી – અવ્યાબાધ ગુણ પ્રગટ થશે. તે પૂર્વે ઉદાસીન ભાવ પ્રગટ થશે. ઉદાસીનતાની પરાકાષ્ઠા વધતા આત્મામાં વિતરાગતા પ્રગટ થશે. વિતરાગતાથી જ્ઞાનની પૂર્ણતારૂપ કેવલજ્ઞાન પ્રગટ થશે.
ખાતા—ખાતા કરકંડ મુનિને કેવલજ્ઞાન કેમ થયું ?
'કરકંડુ' મુનિને પૂર્વે બાંધેલા ક્ષુધાવેદનીયના કારણે ક્ષુધા સહન ન થતા સંવત્સરી જેવા પર્વના દિવસે પણ ઘડો ભરીને ભાત વાપરવા પડતા પણ જિનાજ્ઞાની જાગૃતિ હોવાથી અપૂર્વ અપ્રમતપણે ઉદાસીન ભાવને ધારણ કરીને ભાત ખાવા છતાં આત્મા સ્વ સ્વભાવના ઉપયોગમાં રહ્યો. ભાતનો સંયોગ દાંત અને જીભને થાય છે. ભાત, દાંત, જીભ રૂપી છે. હું અરૂપી છું. ભાતમાં રહેલા સ્વાદનો જ્ઞાન કરવો મારા આત્માનો સ્વભાવ છે. હું જ્ઞેયનો જ્ઞાતા છું પણ તેનો ભોકતા નથી. કર્મના ઉદયે આ વ્યવહાર કરવો પડે છે. મારે મારા આત્માનાં— જ્ઞાન– દર્શન– ચારિત્ર-તપાદિ ગુણનો ભોગ કરવાનો છે. 'સિધ્ધના જીવો અશરીરી છે સદા પોતાના ગુણોના ભોગમાં રક્ત હોય છે.' 'સિધ્ધાણમાણંદ રમા લયાણૅ સિધ્ધો પોતાની રમામાં (સ્વભાવદશામાં) રક્ત હોય છે. મારે શરીરને કારણે ટેકો આપવા અર્થે ભાતને આહાર તરીકે ગ્રહણ કરવો પડે. ધન્ય અતનુ પરમાત્મા' ધન્ય છે. સિધ્ધના આત્માઓને કે જેઓ શરીર અને શરીરના
નવતત્ત્વ // ૧૯૫