________________
પુદ્ગલની સતત માંગ કરનાર છે. શરીરમાં જે સુગધી રસવાળા પુદ્ગલો નાંખો તે બધાને અશુચિમાં ફેરવવાના સ્વભાવવાળું છે. 0 ખાવું એ પાપ શા માટે?
પુદ્ગલનો આહાર કરવો એ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો અરૂપી આત્માના જ્ઞાનાદિ ગુણોનો ભોગ કરવાનો છે.
"શાનામૃત ભોજન (ધ્રુવપદ) રામી, સ્વામી મહારા, નિકામી ગુણરાય, નિજગુણી કામી હો તું ઘણી ધ્રુવ આરામી હોય.'
(પૂ. આનંદઘન મહારાજ) પોતે પોતાના આત્માના સેવક અને સત્તાથી પૂર્ણ એવા પોતાના સ્વામીરૂપ (પરમાત્મા રૂપ) પોતાના આત્માને કહી રહ્યા છે કે સ્વામી તમે તો ધ્રુવપદના સ્વામી છો.અર્થાતુઆપ આપનાઅનંત જ્ઞાનાદિ ગુણસમૃધ્ધિમાંજ રમવાના સ્વભાવવાળા છો. નિકામી પુદ્ગલના ગુણોની ઈચ્છા કર્યા વિના આપ સદા સ્વગુણમાં જ રમવાના સામર્થ્યવાળા સ્વામી છો. આથી સ્વગુણમાં રમવાનો પુરૂષાર્થ-અભ્યાસ કરવામાં આવે તો ક્ષયોપથમિક ગુણની પ્રાપ્તિ પછી સદા ક્ષાયિકગુણની પ્રાપ્તિ થવા વડે તેના સ્વામી બની તેમાં જ રમવાનું થાય. આત્મા જ્યારે પોતાના ગુણોનો ભોગ કરશે ત્યારે જ તે વાસ્તવિક તૃપ્તિની અનુભૂતિ કરશે. આહારાદિના પુદ્ગલોથી આત્માને કદી તૃપ્તિ થતી નથી કેમ કે
'पुद्गलै : पुद्गलास्तृप्तिं, यान्त्यात्मा पुनरात्मना । પતિ સમારોવો, જ્ઞાનિના સ્તનયુથતો ૨૦-ધા
| (જ્ઞાનસાર) શરીર ભોજનના ઔદારિક પુદ્ગલોથી બનેલું હોવાથી આહારના પુગલો આપવાથી તેની તૃપ્તિ-પુષ્ટિ થાય પણ અરૂપી આત્માની તૃપ્તિ-પુષ્ટિ કરવા તેને અરૂપી ગુણોનો ખોરાક જ આપવામાં આવે તો તે તૃપ્ત થાય. આથી પરપુદ્ગલથી આત્માની તૃપ્તિનો આરોપ કરવો જ્ઞાનીઓને ઘટે નહીં. આથી જ્યારે સુધા વેદનીયનો કે તૃષાવેદનીયનો ઉદય થાય ત્યારે જિનાજ્ઞાનો વિચાર
નવતત્વ || ૧૯૪