________________
પુદ્ગલ ભોગની ઈચ્છા લોભ મોહના ઉદયે થાય છે. મોહનું કાર્ય આત્માને પરમાં પ્રેરક બનાવાનું છે. આથી મોહના ઉદયમાં પરના સંયોગરૂપ પુદ્ગલને ગ્રહણ અને ભોગના ભાવ ઉભો કરે તેથી પુગલ ભોગની ઈચ્છા રોકવામાં આવે તો કષાય રોકાય અર્થાત્ આત્મા પોતાના સમતા ભાવમાં આવે તો પુગલને ભોગવવું ન પડે તે જ નિશ્ચયથી આત્માનો સ્વભાવ છે. તે જ તપ છે. અર્થાત્ જીવ સર્વ પુદ્ગલભાવોની ઈચ્છાનો રોધ કરવાપૂર્વક સ્વઆત્મ ગુણમાં સ્થિરતા કરે છે ત્યારે જ તે તપસ્વી એટલે કે આત્મગુણનો ભોગી કહેવાય છે. હવે જો આત્મા પોતાના ગુણોમાં ભોગ ન બને તો તે બહાર ભોગ માટે ભટકે.
પરધર જતા રે ધર્મ તમે ફિરો, નિજઘર ન વહોરે ધર્મ જેમ નવિ જાણે રે કસ્તૂરીયો, મૃગ મૃગમદ પરિમલ ધર્મ પારા
(પૂ. મહો. યશોવિજયજી) જેમ મૃગની નાભિમાં કસ્તુરી હોવા છતાં તેનું તેને ભાન નથી અને તે કસ્તુરીની શોધમાં જંગલમાં ભટકે છે. તેમ અજ્ઞાની જીવ પોતાની પાસે જ ભોગ્ય વસ્તુ (ગુણ) પોતાની પાસે જ છે જેને પોતે જ ભોગવી શકે, બીજો કોઈ ભોગવી શકે તેમ નથી અને પોતે પણ બીજાની પાસે રહેલા ગુણોને ભોગવી શકતો નથી. પણ બીજાને ભોગવવામાં પોતાને માત્ર પીડા જ મળે છે. જેમ કૂતરો હાડકાને કોતરી ખાય અને કોતરતા પોતાના પેઢા છોલાય વેદના થાય અને તેમાંથી લોહી નીકળે અને તે લોહીના સ્વાદમાં પોતે જાણે મેં હાડકાનો રસ ભોગવ્યો, આવી મિથ્યાભ્રાંતિ થાય છે. જ્ઞાનીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, પર લાણ તે દુઃખ કહીએ. નિજવસતે સુખ લહિએ.' પર ભોગવવામાં માત્ર પીડાનો જ અનુભવ થાય પણ મિથ્યા અને મોહના ઉદયે પોતાને તેમાં પીડાને બદલે સુખ–ભોગવી રહ્યાની ભ્રાંતિ થાય છે. જેમ દારૂડિયો દારૂના નશામાં પોતાની જાતને જગતમાં સૌથી સુખી માને છે. તેમ જે બહાર શોધ કરવામાં જીવ અનાદિથી ભટકે છે. તેમ જીવ સ્વગુણના ભોગીને બદલે પુગલનો ભોગ બનીને પોતાના સમતા સ્વભાવનો નાશક બને છે.
નવતત્વ || ૧૯૦