________________
સુખમાં મગ્ન બનેલો તે જગતને સુખી માનતો હોય છે. તેમ સત્ – શાશ્વત, ચિત્ત = કેવલજ્ઞાન, પૂર્ણ = આનંદથી ભરેલા, આઠ ગુણોથી યુકત એવા સિધ્ધાત્મા અષ્ટ પ્રાતિહાર્યાદિ ઐશ્વર્યને અને કેવલજ્ઞાનાદિ અભ્યત્તર ઐશ્વર્યને ધારણ કરતા પૂર્ણાત્મા જગતના જીવોને પણ સત્તાએ પૂર્ણ સ્વરૂપે જોતા જાણતા વિચારી રહ્યા છે.
સ્વ સહિત સર્વ જગતને પૂર્ણ જોતા અને પોતાનામાં રહેલા પૂર્ણાનંદ એવા ઈન્દ્ર-રૂ૫ આત્માને ઓળખવાનું કાર્ય કરવાનું છે અને તેના સાધન રૂપ ઈન્દ્રિય- અને મન કર્મસત્તાએ આપણને આપ્યા છે. ઈન્દ્રિય અને મનથી શરીરમાં રહેલો આત્મા જ શેયને જાણનાર છે પણ શરીર કે ઈન્દ્રિય જાણનાર નથી તે વાતની ખાતરી થાય. ચક્ષુ ઈન્દ્રિય વડે પ્રતિમા જોઈ અને મનમાં પ્રતિમા તરીકેનો નિર્ણય–બોધ થયો. આંખ બંધ કર્યા પછી પણ મનમાં પ્રતિમાના દર્શન થઈ શકે છે. તો તે પ્રતિમાને આંખ તે વખતે જોતી નથી તો જોનાર કોણ? મનમાં જ્ઞાન પરિણામરૂપે રહે છે જે આત્મા જ જુએ છે. અર્થાત્ આંખ જોનાર નથી. આખ એ માત્ર ઈન્દ્રિય છે એ આત્મા નથી. પણ આખ આદિ ઈન્દ્રિય શરીરમાં રહેલો આત્મા જ્ઞાનગુણ વડે જોનાર છે. આમ ઈન્દ્રિયોથી ભિન આત્મા છે તેની પ્રતીતિ થાય છે. આમ આત્માને ઓળખવામાં ઈન્દ્રિયનિમિત્ત કારણ બની. અર્થાત્ ઈન્દ્રિય જ્ઞાનનું પરમ સાધન છે. તેથી ઈન્દ્ર (આત્મા)ને જાણનારી ઈન્દ્રિય નામ સાર્થક છે. આથી ઈન્દ્રિયનું સ્વરૂપ જાણવું જરૂરી છે. 0 ઈન્દ્રિયના મુખ્ય બે ભેદઃ (૧) દ્રવ્યેન્દ્રિય (૨) ભાવેન્દ્રિય
ઈન્દ્રિય પર્યાપ્તિરૂપ નામ કર્મના બળે તેજસ-કાશ્મણ શરીર દ્વારા કાયાએ ગ્રહણ કરેલા આહારના પુદ્ગલોમાંથી ઈન્દ્રિય પ્રાણરૂપે સર્જન પામે છે એને દ્રિવ્ય ક્રિયા કહેવાય છે અને તે રૂપી છે.
(૧) દ્રવ્યજિયના મુખ્ય બે ભેદઃ (૧) નિવૃત્તિ (૨) ઉપકરણ (૧) નિવૃતિ દ્રજિય? એ શરીરના નાક, કાનાદિ અવયવરૂપ વિવિધ આકાર રૂપે જે રચના થાય તે.
- નિવૃત્તિ દ્રવ્યેજિયના બે ભેદઃ (૧) બાહ્ય (૨) અભ્યતર.
નવતત્વ // ૧૯