________________
સ્વીકારતા હશો, તો માતા પ્રત્યે સ્નેહરાગ ભાવની વૃધ્ધિ ન થાય.
'નિશ્ચય દષ્ટિ હદયે ધરીજી જે પાળે વ્યવહાર પુણ્યવતા તે પામશે, ભવ સમુદ્રનો પાર'
. (પૂ. મહો. યશોવિજયજી મહારાજ) માતા પ્રત્યે જન્મદાતા પાલકાદિ ઉપકારી રૂપે આદરભાવ હોય. જ્યારે સિધ્ધાત્મા તરીકે જોતા હો તો પરમાત્મા રૂપ (સત્તાએ) લાગે. તે આદર પરમ ભાવરૂપે પ્રગટે તો માતાને પીડા કઈ રીતે અપાય? જો હવે માતાને પીડા નથી આપવી તો મારે હવે ફરી જન્મ લેવો ન જોઈએ. જેથી માતાને પીડા ન થાય. તેથી મારે હવે અજન્મા બનવાની સાધના કરવી જોઈએ. દ્રવ્યથી પ્રતિક્રમણ આવશ્યક અપુર્નબંધક જીવ પણ કરી શકે પણ તેના ફળનો અધિકારી તો ૪થા ગુણઠાણાથી પમા ગુણઠાણે આવ્યા પછી બને. 0 પ્રતિકમણનું ફળ શું?'
આત્મા પોતાના સ્વભાવથી જેટલા અંશે બહાર વિભાવ) દશામાં ગયો હોય તેટલા અંશે ત્યાંથી પાછો ફરી પોતાના સ્વભાવમાં આવી જવું. જેમકે કોઈ શ્રાવક ધંધામાં અનીતિપૂર્વક ધન મેળવે છે, તેણે તેનું પ્રતિક્રમણ કર્યું તો તેનું ફળ'હવે મારે અનીતિ નહીં કરવી જોઈએ અને અનીતિ કરવાનું બંધ કરે અને નીતિપૂર્વક જ જીવન જીવે. નીતિથી મેળવેલા ધનને પણ હેય માને તે પણ છોડવા જેવું માને તો તેને પ્રતિક્રમણનું ફળ મળ્યું અને પૂર્ણ ફળ ત્યારે મળ્યું કહેવાય કે નીતિપૂર્વકનું પણ કમાવવાનું છોડી દે અને સર્વવિરતિનો સ્વીકાર કરી લે તો પ્રતિક્રમણનું ફળ તેને ઉત્તરધર્મરૂપે મળ્યું અને સર્વવિરતિનું પાલન એવા ઉત્સાહ, અપ્રમત્ત નિરતિચારપૂર્વક કરે કે જેથી સર્વથા અતિચાર રહિત બની ક્ષાયિક ભાવે કેવલજ્ઞાનાદિ પ્રગટ થાય ત્યારે પ્રતિક્રમણનું પૂર્ણ ફળ મળ્યું કહેવાય.
જો દ્રવ્યથી પ્રતિક્રમણ કરવામાં આવે તો શુભ સંસ્કાર પડે અને પુણ્ય બંધાય. આમ દ્રવ્ય યોગમાં રહેલાને ઓઘથી બહુમાનભાવ હોય અને સંસારનો કોઈ આશંસાદિ ભાવ ન હોય તો, અર્થ સાંભળવાથી પૂર્વના સંસ્કારના બળથી
નવતત્વ // ૨૫૮