________________
પ્રતિક્રમણ = પ્રતિ = પાછા ફરવુંક્રમણ = પાછા પગલા ભરવા – પાછા આવવું. જિનાજ્ઞાની મર્યાદાને ઓળંગીને જે આગળ ગયા હોય તેને પાછા આવવું પડે. કેવલીઓ જિનની પૂર્ણ આજ્ઞામાં રહેલા છે. તેથી તેમને પ્રતિક્રમણ નથી. કારણ તેઓ સદા શુધ્ધ જ્ઞાનના ઉપયોગમાં છે. તેથી પૂર્ણ જ્ઞાનયોગમાં છે, તે પ્રમાણે જ તેમના યોગપણ (વીર્ય) તે પ્રમાણે અપ્રમત્તપણે નિરંતર પ્રવર્તમાન છે. તેથી ક્રિયાયોગ પણ પૂર્ણ અપ્રમત્તરૂપ હોવાથી પૂર્ણ સ્વભાવ દશામાં રમી રહ્યા છે. તેથી તેમને પ્રમાદજનિત પાપાચરણ રૂપ પ્રતિક્રમણ નથી. મુખ્ય પ્રતિકમણ શેનું કરવાનું?
પડિસિધ્ધાર્થ કરણે, કિાણમકરણે પડિક્કમાણે અસદહણે આ તહા, વિવરિએ પરૂવાણાએ અ'
| (વંદિતસત્ર) જિનેશ્વર પરમાત્માએ જે હિંસાદિ પાપ વ્યાપારનો નિષેધ કર્યો છે. તે કરવાને કારણે થતા હિંસાદિથી, વિરતિના સ્વીકારરૂપ, સામાયિક પૌષધ આદિ જે અનુષ્ઠાન કરવાના કહ્યા છે તે ન કરવાથી, આત્માના અસ્તિત્વની જે પ્રમાણે સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું છે તે પ્રમાણે શ્રધ્ધા ન કરવાથી (એટલે કે આત્મા અક્ષય, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ છે) તેને બદલે આપણે આપણી જાત (હું રૂપવાન, હું શરીરવાન છું) તે યાદ આવે છે. તથા સૂક્ષ્મ નિગોદના અસંખ્ય ગોળાએક અંગૂલના અસંખ્ય ભાગ પ્રમાણ એક એક ગોળા હોય અને તેમાં નિગોદના અનંતા જીવો હોય છતાં તે દેખાય નહીં ઈન્દ્રિયોથી ન જણાય આવું સૂક્ષ્મ ગહન તત્ત્વ કઈ રીતે શ્રધ્ધાનો વિષય બને? જો અપૂર્વ શ્રધ્ધા–સર્વજ્ઞ તત્ત્વ પર બહુમાન હોય તો જ તે શ્રધ્ધાનો વિષય બને. આમ સર્વજ્ઞના તત્ત્વ સમજ્યા નહીં, શ્રધ્ધા ન કરવા વડે મિથ્યાત્વાદિની પુષ્ટિ કરી અને સત્યનો પક્ષપાત ન હોવાને લીધે જિનવચન વિરુદ્ધ પ્રરૂપણા કરી. રવિ રૂલ્પેખિ રૂપિ
જેમ કે 'માતા' આ મારી માતા છે – તે વ્યવહારથી છે. વ્યવહારથી તેને માતા કહેવા છતાં જો તેમાં નિશ્ચયથી સિધ્ધાત્માની દૃષ્ટિથી જોતા, જાણતા અને
નવતત્ત્વ // રપ૭