________________
પત્રિકાઓમાં નિશ્રા જોઈ વાંચીને ગમે તો સામાયિકભાવ ખંડિત થાય. સૌથી વ્હાલું ઈષ્ટ જીવને પોતાનું લોકમાં સ્થાન છે. સ્વની મહત્ત્વતાને ઈચ્છે છે. આથી લોકમુખે પોતાના ગુણ ગવાય તેમાં જીવનની સાર્થકતા સફળતા માને અને પોતાનું હલકું કોઈનબોલે, ઘસાતું ન બોલે, કોઈ કલંક પ્રપંચ આરોપાદિ જરાપણ ઈચ્છતા નથી. આથી દ્વેષ પરિણામ થતાં વાર લાગે નહીં. પોતાની સાચી ભૂલ કોઈ બતાવે સંભળાવે તો પણ તે સાંભળવા તૈયાર ન થાય તો ખોટી વાત તો કઈ રીતે સાંભળી શકે? આથી તે શ્રવણને માત્ર શબ્દ વર્ગણાનો વિકાસ માની તેમાં ઉદાસીન રહે. સમતા (સ્વભાવમાત્રની ઉપાદેયતા) એ જ સાધ્ય પ્રધાન અર્થીપણું જાણે તો જ કર્કશ, કઠોર, શબ્દો સાંભળીને પણ સમતા સ્વભાવમાં રહી શકે નહીં તો સાંભળતાં જ સમતા ગુમાવે. આમ શ્રવણેન્દ્રિયમાં સૌથી ઓછા વિષય હોવા છતાં તે વધારે અનર્થકારી છે. ગૃહસ્થો પરમાત્માની પૂજામાં સંગીતની રમઝટ બરોબર ચાલતી હોય, તેમાં જો પ્રભુના ગીત-સંગીતમાં ગુણ પ્રત્યેનો પ્રેમ જો ન વરસે તો માત્ર સ્વરની મીઠાશ, તાલ–ઢાળ જે માત્ર પુલ પર્યાયો છે તેમાં જ ડૂબી જાય અને આનંદ માણતો કર્મબંધમાં લપેટાય.
આમ પાંચ ઈન્દ્રિયોના મૂળ ૨૩ વિષયો, અચિત્તાદિ ત્રણ, શુભાશુભ છે, અને રાગદ્વેષબે = ૧ર. સામાયિકએ નિશ્ચયથી સ્વભાવરૂપ છે અને તેને પ્રગટાવવા જ્ઞાનીઓએ વ્યવહાર સામાયિક અનુષ્ઠાનનું વિધાન ફરમાવ્યું. તેમાં મુખ્ય સમતાનો સાધ્ય લક્ષ રાખી ઈન્દ્રિય-મન-આગમઆદિ સાધન કે ઈન્દ્રિયો વડે જે ય રૂપે જાણી અને તેમાં સર્વજ્ઞ દષ્ટિમાં હેયોપાદેયનો નિર્ણય કરી નિશ્ચયથી પુદ્ગલનો સંયોગ હેય માની વર્તમાનમાં જેટલું પ્રયોજન હોય તેટલો તેનો વ્યવહાર ઉદાસીન ભાવે કરવામાં અને આત્માના સમતાદિ ગુણોમાં પૂર્ણ ઉપાદેય ભાવ લાવી તેમાં જ રસ રુચિ અને આત્મા સ્વભાવમાં (સમતામાં જ રહેવાનો) રમણતાનો ઉપયોગ રાખવામાં આવે તો સામાયિક સ્વભાવનું સર્જન થાય, નહીં તો તે પાંચ ઈન્દ્રિયોના મૂળ ૨૩ વિષયોના પર વિકાર થવા વડે આત્માના સામાયિક સ્વભાવનું ખંડન સતત ચાલુ રહે. સામાયિક સ્વભાવનો લક્ષ કરીને વારંવાર સામાયિક અનુષ્ઠાનનો શુધ્ધોપયોગપૂર્વક રપર વિષયોની સ્પર્શના ન થાય અને સમતાની અનુભૂતિ
નવતત્ત્વ || ર૩૦