________________
દેવો પ્રાયઃ વીતરાગ જેવા કહ્યાં છે. આત્મા પોતાનું જ્ઞાન ઇન્દ્રિયો વિના પણ અનુભવી શકવાને સમર્થ હોવા છતાં કર્મના કારણે ઈદ્રિયો વડે પરાધીન બને છે. માત્ર પ્રથમ સંઘયણવાળો સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યનો જીવ જ ઈદ્રિયની સહાય લઈ વિષયોથી પર થઈ અને મતિ-શ્રુતજ્ઞાનની નિર્મળતા વડે જ પૂર્ણતા = કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ઈદ્રિયાતીત થઈ શકે છે. અર્થાત્ ઈદ્રિયોની ગુલામીમાંથી = ઈદ્રિયોના કર્મકૃત ભેદોમાંથી સદા માટે નિવૃત્ત થઈ શકે છે.
જીવોના પ્રકાર
પ૩ ભેદરૂપે રહેલા જીવોને પ્રકારમાં સમાવ્યાં. પાંચ સ્થાવર કાય અને ૧ ત્રસકાય. પાંચ સ્થાવરમાં માત્ર એકેદ્રિય અને ત્રસકાયમાં બેઈદ્રિયથી માંડી પચેદ્રિય જીવો આવે.
જો કર્મ છોડવા હોય તો છએ કાયમાં રહેલા જીવોમાં સત્તાથી સિધ્ધત્વ સ્વીકારવું પડે. ભૂલી જઈએ તો કર્મ બંધાય. એ ન આવે ત્યાં સુધી મૈત્રી આદિ જ ભાવના ભાવવી જોઈએ.
મૈત્રી આદિ ચાર ભાવના ભાવીએ તો જ વ્યવહારથી ધર્મ કહેવાય, નહિતર વ્યવહારથી પણ ધર્મ નહીં. તમામ જીવો સિધ્ધના જીવો છે એવો નિર્ણય ન થાય ત્યાં સુધી ચાર ભાવના આવે નહીં.
ચાર ભાવના સમ્યકત્વના પરિપાકરૂપે આત્મા નિશ્ચયથી સમ્યકત્વ સ્વરૂપ છે. સમ્યક્ત્વબહારથી લાવવાનું નથી. મિથ્યાત્વના આવરણથી તે દબાયેલું છે તેને જ પ્રગટ કરવાનું છે.
સર્વજ્ઞની દૃષ્ટિએ જોય તરીકે જીવને જોવા. તે મુજબ જીવોનું અસ્તિત્વ આવા સ્વરૂપે આવા સ્થાને છે તે સ્વીકાર કરવો જોઈએ. પરંતુ જગતના જીવો આખેથી દેખાય એટલું જ માને, બાકીનું ન માને. અન્ય દર્શનકારો જીવને જીવ તરીકે માને પણ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા તમામ જીવોને જીવ તરીકે માનતા નથી. અન્ય દર્શનકારો આ મિથ્યાત્વના કારણે આગળ પૂર્ણતા સુધી વધી શકતા નથી.
નવતત્વ || ૪૫