________________
મૈત્રી કરવાની છે. સામાને માત્ર સારુ લાગે તે રીતે મૈત્રી કરવાની નથી. જડ સાથે મૈત્રી કરવાની નથી. પરસ્પર એકબીજાના ગુણોની રક્ષા–શુધ્ધિ અને વૃધ્ધિ થાય તે રીતે મૈત્રી કરવાની છે.
મૈત્રી આત્મામાં પડેલી જ છે. એટલે જીવ જ્યાં જશે ત્યાં મૈત્રી કરશે જ પણ મિથ્યાત્વ નહીં છૂટતા એને કઈ મેળવવાનો, પોતાનું કરી લઈ લેવાનો ભાવ ઉભો જ રહેશે તેથી સ્વાર્થ ભાવની પુષ્ટિ થશે. આ ભાવ હેય રૂપે ફેરવવાનો છે. જગતના તમામ જીવો પ્રત્યે નિઃસ્વાર્થ ભાવે મૈત્રી કરવાની છે. જગતમાં આવું માત્ર સાધુ જ કરી શકે. કારણ સાધુને માત્ર આત્મ ગુણ સંપત્તિ સિવાય બીજું કંઈ જોઈતું નથી. (૨) કરૂણા ભાવના
મૈત્રી ભાવમાંથી કરુણા ભાવ પ્રગટ થાય, દ્રવ્ય અને ભાવથી દુઃખી જીવો પર દ્રવ્ય-ભાવ કરુણા કરવાની છે. રોગાદિ દુઃખ, દ્રવ્ય દુખ છે. મોહની પીડાથી દુઃખી જીવો ભાવથી દુઃખી છે. કરુણા બે પ્રકારે.
'પર દુકા વિનાશિની કુપા - ૨૨ 'दीनेष्यार्तेषु भीतेषु याचमानेषु जीवितम् ॥ प्रतिकारपरा बुध्धिः कारुण्यमभिधियते ॥१५॥
(અધ્યાત્મકલ્પદ્રુમ) બીજાના દુઃખ દુર કરવા તે વ્યવહારથી કરુણા છે અર્થાત્ જે મરણાદિથી ભયભીત થયેલાને જીવિતદાન આપવું કે આર્તધ્યાનને પામેલા જીવોને તે પીડાથી મુકત થવા તેને ઔષધી ઉપચાર કરવા, આહાર, પાણી, કપડાદિ વસ્તુ આપી સમાધિ આપવી તે વ્યવહારથી ભાવ કરુણા છે અર્થાત્ તેના દુઃખના પ્રતિકાર માટે તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવી તે કરૂણા છે. જિનની આજ્ઞા - सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता न हंतव्वा ।
(આચારાંગ–અધ્યાય-૪)
નવતત્વ // ૨૯૭