________________
રૂપ જે પરિણામ તે ચારિત્ર ભાવપ્રાણ છે. સર્વ ઈચ્છાના અભાવ રૂપ સ્વમાં જ તૃપ્તિનો પરમ અનુભવ કરવા રૂપ તપ પરિણામ તે તપ રૂપ ભાવપ્રાણ છે. જ્યારે આ ભાવ પ્રાણોના પરિણામમાં આવતા વર્તતો હોય ત્યારે આત્મા (સ્વની) પોતાના ભાવપ્રાણ જીવનમાં જીવતો કહેવાય. આથી ભાવપ્રાણ રૂપે જીવન જીવવામાં સૌ પ્રથમ યનો શુદ્ધ જ્ઞાનોપયોગ ભાવપ્રાણ જરૂરી. તો જ સમતારૂપ સામાયિક ભાવપ્રાણ રૂપ જીવ જીવન જીવી શકે નહીં તો તેનું ભાવ મરણ સતત ચાલુ રહે! સમતા સ્વભાવ ખંડીત થયા કરે ! તેથી સૌ પ્રથમ સ્પર્શેન્દ્રિયના ૯૬ વિષયો રૂપે સામાયિક ભાવપ્રાણ કઈ રીતે ખંડીત થાય છે અને કઈ રીતે ખંડીત ન થાય તે માટે સતત જ્ઞાનોપયોગમાં સાવધાન થવું જરૂરી. શેયનો જ્ઞાનોપયોગ કઈ રીતે પ્રગટ થાય છે તે પ્રથમ જાણવું જરૂરી. 0 દ્રવ્યેન્દ્રિય દ્વારા યનો શાનોપયોગ રૂ૫ બોધ થવાની પ્રકિયા
સૌ પ્રથમ શેય વસ્તુના સાથે સંયોગ સંબંધ થવા રૂપ વ્યંજનાવગ્રહ થાય. આ વ્યંજનાવગ્રહ (ચક્ષુ મન સાથે ન થાય) તે પોતાના વિષયને સ્પર્શ (સંયોગ) કર્યા વિના જ અર્થાવગ્રહ (બોધ) કરે છે. તેથી મન અને ચક્ષુ વડે દુરના વિષયનો પણ બોધ તરત કરી શકે છે. બાકીના ચાર શ્રોત્ર-ધાણ–રસ–સ્પર્શેન્દ્રિય તેના વસ્તુના વિષય સંબંધી પરમાણુ સ્કંધોનો સ્પર્શ થાય તોજ બોધ થાય. આથી બાહ્ય કર્ણદ્રિયમાં શબ્દ વર્ગણા આવીને અથડાય અને તે શબ્દવર્ગણા અત્યંતર ઈન્દ્રિય તરફ ધકેલાય. પછી ઉપકરણેન્દ્રિય સુધી પહોંચે અર્થાત્ શબ્દવર્ગણાને ઉપકરણેન્દ્રિયનો જે સંબંધ થતાં અત્યંત અવ્યકત બોધ તે વ્યંજનાવગ્રહ થાય. આ ઉપકરણેન્દ્રિય આત્મપ્રદેશો સાથે સીધો સંબંધ ધરાવે છે તેથી આત્મપ્રદેશોમાં પ્રગટેલું જ્ઞાન લબ્ધિરૂપ ભાવેન્દ્રિયના યોગથી કંઈક અવ્યકત વ્યંજનાવગ્રહરૂપે બોધ થાય. તે થાય પછી 'કંઈક' છે. એમ સામાન્ય જ્ઞાનરૂપ અર્થાવગ્રહ થાય તે પણ અવ્યકત હોય છે. તે પછી ઈહા (જાણવાનો ઉહાપોહ રૂપ) વસ્તુ શું છે? જિજ્ઞાસારૂપે જ્ઞાન પરિણામ થાય, જેમ કે સાપ કે દોરડું?' પછી આ સાપ નથી પણ દોરડુ જ છે. એવો વસ્તુનો ચોક્કસ નિર્ણયાત્મક અપાયરૂપ બોધ થાય. વ્યંજનાવગ્રહ પછીના બધા જ્ઞાનપરિણામો થવામાં અંતર્મુહુર્તકાળરૂપ અસંખ્ય
નવતત્ત્વ) ૧૭૯