________________
સમય પસાર થાય. પછી કોઈ જોય વસ્તુના દ્રવ્ય–ગુણ-સહિત અલ્પ પર્યાયુક્ત બોધ થાય. જ્યારે અપાય (વસ્તુનો નિર્ણયાત્મક) બોધની જ્યારે મિથ્યાત્વનો ઉદય હોય તો તે બોધ સર્વશદષ્ટિ પ્રમાણે (શુધ્ધોપયોગરૂ૫) બોધ ન થાય પણ વિપરીત–અલ્પ–અધિકારાદિરૂપે બોધ થાય. તે આત્માને અહિતરૂપ થાય. તે આત્માના સામાયિક ભાવમાં બાધક થાય. આત્માને જે અહિતકરતે હેય–હિતકર તે ઉપાદેય મિથ્યાત્વની હાજરીમાં જ્ઞાનમાં નિર્ણય ઉધો થાય તો હેયમાં ઉપાદેય લાગે. જેમ કાચના રંગબેરંગી ટુકડામાં રત્નનું જ્ઞાન થાય તો કાચ પણ રાખવા લેવા જેવું લાગે. ધન-સ્વજનાદિ બાહ્ય વસ્તુમાં ઉપાદેય ભાવ આવે પણ આત્માને હિતકારી તપાદિ કરવાના અનુષ્ઠાન ઉપાદેય ન લાગે.
આથી અપાય એ પ્રથમ મતિજ્ઞાનના પરિણામ અને શ્રુતજ્ઞાનના સ્પર્શના પરિણામરૂપ છે. મિથ્યાત્વના પરિણામ ભળવાથી તે અશુદ્ધ થાય અને સમકિતના પરિણામ ભળવાથી તે શુધ્ધ થાય, ત્યાર પછી તેનો જે અર્થ નિર્ણય થયો તેની આત્મામાં અંતર્મુહૂર્ત ધારણ થાય. જે ધારણા આત્મામાં સંસ્કારની વાસનારૂપ બને જે વાસના નિષ્ઠા પ્રાપ્ત થયા પછી ઉદયમાં આવે અર્થાત્ ભવાંતરમાં તે સંસ્કાર રૂપે પ્રગટ થયેલા મતિજ્ઞાનના અર્થ નિર્ણયરૂપ જ્ઞાનને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે. તે વિષયક જ્ઞાન પરિપૂર્ણ યથાર્થ થતુ નથી પણ સર્વજ્ઞની દષ્ટિ સહિત તે જ્ઞાન કરવામાં આવે તો અલ્પ પણ જ્ઞાન પૂર્ણ જ્ઞાન બને.
તત્ત્વાર્થ સૂત્રની કારિકામાં પૂ. ઉમાસ્વાતિ મહારાજ કહે છે કે જ્યારે સામાયિક ભાવપૂર્વકનું થાય તો એક પદનું પણ જ્ઞાન કેવલજ્ઞાનનું કારણ બને. માષતુષ મુનિ માત્ર એકપદ (જિનવચન) શુધ્ધ ન ગોખી શક્યા છતાં અપૂર્વ શ્રધ્ધા અને સમતાના પરિણામ સહિત ગુરુ બહુમાન સહિત ગોખતા તેમને મારૂષ-માતુષ આટલું વચન પણ કેવલજ્ઞાનનું કારણ બન્યું. આવી રીતે અનંતા આત્માઓ શ્રધ્ધા સમતા સહિત જ્ઞાન પૂર્વકની સાધના કરતા પૂર્ણ સામાયિક રૂપ વિતરાગતા અને જ્ઞાનની પૂર્ણતારૂપ કેવલજ્ઞાનને પામ્યા, અને જે આત્માઓના જ્ઞાનમાં મિથ્યાત્વભળતા જોયમાં (વિષયરૂપ જોયમાં) ડૂબી સમતાના ઘાત કરવાથી તેઓ સંસારમાં ભમ્યા.
નવતત્વ // ૧૮૦