________________
પ્રગટ કરવાનો છે. ધર્મથી જ ધર્મની પ્રાપ્તિ થશે. તેથી પ્રથમ આત્માને પોતાનામાં ધર્મ છે તેની પ્રતીતિ કરવાની મુખ્ય સાધના કરવાની છે. ધર્મ સિવાય બીજી કોઈ વસ્તુ આત્મા પ્રાપ્ત કરી શકે તેમ નથી અને રહી શકે તેમ પણ નથી અર્થાત્ ભોગવી શકે તેમ નથી. આટલો નિર્ણય થાય તો પરમાત્માએ જ્ઞાનાચારાદિ પાંચ વ્યવહાર ધર્મ જે આજ્ઞા રૂપે ફરમાવ્યા તે પાંચ સત્તાગત ધર્મને પ્રગટાવવા ફરમાવ્યા છે. નહીં તો વ્યવહાર દ્વારા પુણ્યનો બંધ તેના ઉદયે ફરી સંસાર સંયોગ પ્રાપ્તિ તેને ભોગવી ફરી સંસારની પરંપરા ચાલશે.
પુણ્યના યોગે ચક્રવર્તીને છ ખંડની પ્રાપ્તિ છતાં તૃપ્તિ નહીં. બીજા પણ છ ખંડ જીતવાનો લોભ સુભૂમ ચક્રવર્તીને જાગ્યો અને તે લોભથી બીજા સમુદ્રમાં તણાયો અને છ ખંડ વટાવી સાતમી પૃથ્વીમાં ૩૩ સાગરોપમકાળ નરક વેદના ભોગવવાની સજા મળી.
ધર્મથી ધર્મની વૃધ્ધિ કઈ રીતે થાય?
વ્યવહાર ધર્મ આચાર રૂપ અને નિશ્ચય ધર્મ આત્મામાં ગુણ પરિણામરૂપ છે. આથી તીર્થંકર પરમાત્મા જેઓ જન્મથી ત્રણ જ્ઞાન ધારક હતા તેમણે પણ વ્યવહાર ધર્મ વડે નિશ્ચય ધર્મ પ્રગટ કર્યો, ગૃહસ્થાવસ્થાનો ત્યાગ કર્યો. વર્ષીદાન, પંચમુષ્ટિ લોચ અને સામાયિક દંડક ઉચ્ચરવા રૂપ વ્યવહાર કર્યો. દેવોએ પ્રભુના ખભા પર દેવદૂષ્ય મૂછ્યું તો તેનો પણ સ્વીકાર કર્યો. આથી માત્ર નિશ્ચય વડે જ મોક્ષની પ્રાપ્તિ માટે જે કહી રહ્યા છે તેમને વિચારવા જેવું છે. તે સર્વજ્ઞના માર્ગની ઉપેક્ષા કરવા જેવું છે. પરમાત્માને સામાયિક દંડક સૂત્રનો ઉચ્ચાર કરવાની સાથે જ તેનો અર્થ આત્મામાં પરિણામ પામતા જ્ઞાન, દર્શન અને ચારિત્રના પરિણામોની નિર્મળતા પ્રગટ થતાં ચોથું મન:પર્યવજ્ઞાન અને ચારિત્રના વિશુધ્ધ પરિણામ રૂપ અપ્રમત્ત ગુણસ્થાનક પર આત્માનું આરોહણ અર્થાત્ ચોથાથી સાતમા ગુણ સ્થાનક પર આરોહણ થયું. આમ પરમાત્માને પણ વ્યવહાર ધર્મથી નિશ્ચય ધર્મની પ્રાપ્તિ થાય છે. પરમાત્માને પણ જ્યાં સુધી નિકાચિત ભોગાવલી કર્મનો ઉદય હોય ત્યાં સુધી પુદ્ગલ ભોગના યોગના કારણે – આત્મ ભાગ રૂપ ચારિત્ર પરિણામ પ્રગટ ન થાય પણ તે કર્મ જેવું ભોગવાઈ જાય કે તરત તે
નવતત્ત્વ // ૩૧૨