________________
તમે સિધ્ધ નથી થતા તેથી એક આત્મા અનાદિકાળથી નિગોદમાં સબડી રહ્યો છે. જ્યાં સુધી કાયા છે ત્યાં સુધી પરની પીડામાં નિમિત્ત બનીએ છીએ. માટે અશરીરી બનવાનું છે.
નિગોદના જીવોનું સ્વરૂપ
સૂક્ષ્મ નામકર્મ ઉદયવાળા જીવને વધુમાં વધુ પીડા છે. ૧૪ રાજલોકની અંદર પોતાના આત્માનો વિસ્તાર કરી શકે એવા મહાન આત્માને, જે આંખથી પણ ન દેખાય તેવા સૂક્ષ્મ શરીરમાં રહેવું પડે તો કેટલું બધું દુઃખ થાય? આજનું સુધરેલું વિજ્ઞાન પણ ન પકડી શકે તેવું સૂક્ષ્મ શરીર મળે. અવધિજ્ઞાની રૂપી વસ્તુ જોઈ શકે, અરૂપી ન જોઈ શકે. સૂક્ષ્મ તથા બાદ બંનેને ઔદારીક શરીર છે. અવધિજ્ઞાનીને જોવા માટે ઈદ્રિયની જરૂર નહીં. નિર્મળ કોટિનું અવધિજ્ઞાન હોય તો સૂક્ષ્મ નિગોદના જીવોના શરીરને જોઈ શકે. જોવા માટે તેમને પણ ઉપયોગ તો મૂકવો જ પડે.
સૂક્ષ્મ જીવોને સૂક્ષ્મ જીવોથી પીડા થાય. એક બીજાના શરીરને અડે તેથી તેઓ દુઃખી થાય. આપણને સૂક્ષ્મ જીવોની વિરાધનાનું પાપ ન લાગે. સૂમ જીવો આંખ કે કોઈપણ મશીનથી ન જોઈ શકાય. તેમના શરીરનું છેદન-ભેદન ન થઈ શકે. પ્રબળ અગ્નિ પેદા થયો હોય તો પણ તેને પીડા ન થાય.
બધા જ જીવોને મારી નાખું એવો તીવ્રભાવ આવેતો સૂક્ષ્મ જીવોને ભાવથી મારવાનું પાપ લાગે. અસંખ્ય જીવો ભેગા થાય પછી બાદર જીવો આપણે જોઈ શકીએ પણ સૂક્ષ્મ જીવોના અનંત શરીર ભેગા થાય તો પણ ઈદ્રિયનો વિષય ન બને.
નિગોદના જીવો વનસ્પતિ રૂપે જ હોય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાયના સૂક્ષ્મ જીવોને નિગોદન કહેવાય. એ જીવો અસંખ્યાત પ્રમાણ સંખ્યામાં હોય પણ અનંત ન હોય પ્રત્યેક વનસ્પતિકાયના જીવો સંખ્યાત કે અસંખ્યાતા હોય માત્ર સાધારણ વનસ્પતિ કાયના જીવો અનંતા હોય. દા.ત. બટેટાનું શરીર બાદર છે. તેમાં અનંતા જીવો છે. તે દરેક જીવોનું તૈજસ-કાશ્મણ શરીર જુદું–જુદું હોવા છતાં તે બધાને એક બાદર ઔદારિક શરીરમાં રહેવાનું.
નવતત્ત્વ || પ૩