________________
નીકળવાના પ્રયત્ન કરું? તો અરિસામાં પણ ધ્યાન દશા પ્રગટે. જો સવેગ-વિરતી પરિણામ ચડી જાય તો કાયમ માટે અરિસામાં જોવાનું છૂટી જાય અને કાયમ માટે આગમરૂપી અરિસામાં જોવાનું સદભાગ્ય જાગે. સતત આત્મામાં જાગૃત એવા ભરત ચક્રવર્તીને અરિસા—ભવન આગળ ભવનરૂપે થયું છે. જેથી આંગળીમાંથી વીંટી નીકળતા શરીરની શોભામાં નિર્વેદ પ્રગટતા સંવેગની ધારા પર ચડી શ્રેણી માંડી કેવલજ્ઞાન પ્રગટાવ્યું. સાધુએ રૂપ તથા આકારમાંથી છૂટવાનું તેથી શરીરને સજાવાય નહીં. સ્નાન શણગાર નહીં – રંગકાળો – ધોળીકાયા ને પણ કાળી કરવાની, દુનિયાને ગમે તે રીતે શરીર કે કપડા નહીં રાખવાના, લોકોને સારું લાગે માટે કોઈ ક્રિયા કે આચાર પાળવાના નથી પણ આત્માનું હિત થાય તે માટે જ બધું કરવાનું છે. સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે રુચિ પરિણામ થયો હોય તો તેને ક્રિયારૂપે પ્રવર્તવાની સાધનાની શરૂઆત અંશથી પાંચમે ગુણસ્થાનકે થાય. પ્રશ્નઃ અરિહંત પરમાત્માના નાભિકમલની પૂજા કરતા કયો ઉપયોગ કરવાનો?
"રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ,
નાભિકમલની પૂજના કરતાં અવિચલ ધામ.' નાભિકમલમાં આઠ રુચક–પ્રદેશ સંપૂર્ણ કર્મ આવરણથી રહિત શુધ્ધ છે. નિગોદથી માંડી સિધ્ધ સુધી સમગ્ર જીવરાશિમાં માત્ર આઠ રુચક પ્રદેશ સંપૂર્ણ શુધ્ધ છે. અર્થાત્ તો જ્ઞાનાદિ પાંચ ગુણો ત્યાં અંશથી ખુલ્લાં છે. તેથી હું સ્વ સહિત સમગ્ર જીવરાશિના ગુણોની પુજા કરું છું. ક્યારે મારું અહો ભાગ્ય જાગે કે હું સર્વ જીવરાશિની આશાતના–વિરાધનાથી મુક્ત થઈ અને મારા ગુણોથી જ પૂર્ણ થાઉં? આવી ભાવના પૂર્વક પૂજા થાય તો તે ભાવપૂજા રૂપ થાય. પ્રશ્નઃ પૂજામાં કેસરનો વ્યવહાર શા માટે? કેસરનો વ્યવહાર મોહ સામે કેસરીયા કરવા.
સર્વજ્ઞ શાસનનો વ્યવહાર માત્ર પુણ્ય બાંધવામાં નથી પણ પુણ્યથી મળેલા સંયોગોમાંથી છૂટવા માટે છે. જેમ યુધ્ધમાં રજપુતો કેસરીયા કરીને વિજય
નવતત્વ || ૧૨૬