________________
આદિ કરતાં, સ્નાનાદિ કરતાં પણ શુભ ધ્યાન થઈ શકે. ધ્યાન તે તે જ્ઞાનના શુધ્ધ ઉપયોગમાં હોય તો નિર્જરા કરે. 0 દેવભવમાં આત્માની શુધ્ધિ માટે વિશેષ પ્રયત્ન કેમ ન કરી શકે?
દેવભવમાં આત્માની શુધ્ધ-અશુધ્ધ અવસ્થાનું સમક્તિની હાજરીમાં ભાન થાય, અશુધ્ધને શુદ્ધ કરવાની રુચિ થાય પણ તે માટે વિશેષ પ્રયત્ન થઈ શકે નહીં, કારણ અવિરતિનો ઉદય છે. નિકાચિત ભોગાવલી કર્મનો ઉદય તેથી સંવર માટે વિરતિ ન સ્વીકારી શકે.
મનુષ્યભવની સાર્થકતા ક્યારે?
આત્માની શુધ્ધ-અશુધ્ધ અવસ્થાનો સર્વજ્ઞ તત્ત વડે નિર્ણય કરી અશુધ્ધ કષાય રૂપ અવસ્થાથી છૂટવાનો અને જ્ઞાનાદિ ગુણરૂપ શુધ્ધાવસ્થામાં રહેવાનો પુરુષાર્થ જિનાજ્ઞા માર્ગે કરે અર્થાત્ આત્માની કપાયરૂપ અશુધ્ધ અવસ્થાથી અટકવા શક્તિ-સંયોગ પ્રમાણે વિરતિનો સ્વીકાર કરી વીતરાગના અંશનો અનુભવ કરે તો જ્ઞાનનું ફળ પ્રાપ્ત થયું કહેવાય. પોતાની કર્મકૃત થયેલી રૂપારૂપ, યોગાયોગ, શુધ્ધાશુધ્ધ અવસ્થાનું ભાન જોઈએ. આત્મજ્ઞાન વિના ધ્યાન ઘટે નહીં. વર્તમાનમાં મારા કર્મના ઉદયના કારણે જીવાજીવ (શરીર સહિત) છે એવું જ્ઞાન શેયરૂપે બન્યું. હું સત્તાએ માત્ર જીવ દ્રવ્ય અરૂપી ગુણથી પૂર્ણ છું તો ઉપાદેય પરિણામ આવે અને કર્મના ઉદય અવસ્થારૂપ હું કાયા-ઈન્દ્રિયના સંયોગવાળો અને કષાયથી યુક્ત અશુધ્ધ છું તો તે અવસ્થા હેયરૂપ અર્થાત્ રૂપ આકારમાં પૂરાયેલા મારે તેમાંથી જલદી છૂટી જવું જોઈએ તેવી વિચારણા કે પરિણામ આવે તો ચોથા ગુણસ્થાનકે ગણાય, માત્ર શુધ્ધાશુધ્ધ અવસ્થાનો નિર્ણય થાય પણ અશુધ્ધ અવસ્થાથી છુટવાની રુચી ન પ્રગટે તો ચોથું ગુણઠાણું નહીં.
કાચનો અરિસો આગમ અરિસો થવામાં નિમિત્ત બને તો દષ્ટિ સફળ
અરિસામાં તમારા મુખને જોતા હો ત્યારે તમને વિચાર આવવો જોઈએ કે 'આ મુખનો આકાર રૂપ એ હું નથી તે તો શરીરનો (કર્મનો) વિકાર છે ને તે અવશ્ય છૂટી જવાનું છે. તો હું આકારને સારા બનાવવા પ્રયત્ન કરું? કેઆકારમાંથી
નવતત્વ // ૧૨૫