________________
તેનો આદર કરી તેની સાથે સમ વ્યવહાર કરે તે મોક્ષને પામી શકે. સ્વના સિધ્ધત્વને પ્રગટાવવા સર્વ જીવોના સત્તાગત સિધ્ધત્વને સ્વીકારી સર્વ જીવો મૈત્રીભાવને ઉચિત છે. તેથી સર્વ જીવો સાથે મૈત્રી ભાવ કર્યા વિના સમ્યકત્વ ઘટે નહીં. આથી સર્વ જીવો ભવ્ય કે અભવ્ય, ભારેકર્મી કે લઘુકર્મી, ત્રસ કે સ્થાવર સર્વ જીવો સિધ્ધત્વ સત્તાગત ધરાવતા હોવાથી સર્વ જીવો સાથે મૈત્રી કરવાની છે. આથી સર્વજ્ઞની આજ્ઞા "સર્વે નીવા ન દત્તબ્બા" સર્વે જીવો હણવાને યોગ્ય નથી પણ મૈત્રીભાવને યોગ્ય છે. આથી મૈત્રી સર્વ જીવો વિષે કરવાની જિનાજ્ઞા છે.
"પરહિત ચિંતા ત્રિી " "मा कार्षीत्कोऽपि पापानि मा च भूत्कोऽपि दुःखितः । મુચતાં નાપા, મતિર્મંત્રી નિરાતે ૧૩
(અધ્યાત્મ કલ્પદ્રુમ) બીજા જીવોના હિતની ચિંતા કરવી અર્થાત્ કોઈ જીવ પાપ ન કરો, કોઈ જીવ દુઃખી ન થાઓ અર્થાત્ જગતના સર્વ જીવો દુઃખથી મુકત થાઓ." આ વ્યવહારમાં પ્રધાન મૈત્રી છે.
નિશ્ચયથી મૈત્રી અા મિત્ત અમિત ચ. (ઉતરાધ્યયન) આત્મા જ પોતાનો મિત્ર અને પોતાનો દુશમન. પોતાના આત્માનું જે હિત કરે છે તે પોતાનો જ સાચો મિત્ર છે અને હિત નથી કરતો તે દુશ્મન છે. પુરિ તુમમેવ તુમ મિત્ત વિ વદિયા મિનિચ્છસિ . (આચારાંગ)
હે આત્મન ! જો તુ કાયમી સાચા મિત્રને ઈચ્છતા હો તો તારા આત્માને જ મિત્ર બનાવ. કારણ તારો આત્મા જ તારી સાથે કાયમી રહેશે. અનાદિથી કર્મ કષાય અને કાયાને પરાધીન બનેલો તારો આત્મા જ તારો દુશમન રૂપે બનેલો છે તો તેને દોષોથી મુકત કરવો પડે અને ગુણમય કરવા વડે મિત્ર બનાવ. જે સ્વનો મિત્ર બને તે જ સાચા અર્થમાં સર્વનો પણ મિત્ર બને. બીજાના પાપમાં નિમિત્ત ન બનવા દ્વારા તે મિત્ર બને.
નવતત્વ // ૨૯૪