________________
ભાવથી સ્વભાવ ધર્મ તરફ પ્રયાણ (૧) મૈત્રીભાવઃ
મૈત્રાદિ ભાવોની જરૂર શા માટે?
પુદ્ગલની અનાદિ વાસના ઉતારવા વૈરાગ્ય ભાવ માટે અનિત્યાદિ બાર ભાવના અને જીવો પ્રત્યેના દ્વેષ રૂપ કટુ પરિણામ દૂર કરવા મૈત્યાદિ ચાર ભાવનાથી આત્માને વાસિત કરવો જરૂરી. તે માટે મૈચાદિ ચાર ભાવના જરૂરી.
सध्धर्मध्यानसंधान हेतवः श्री जिनेश्वरैः । मैत्री प्रभृतयः प्रोक्ताश्चतस्त्रो भावनाः पराः ॥१॥
मैत्री प्रमोद कारुण्य-माध्यस्थ्यानि नियोजयेत धर्मध्यानमुपस्कर्तुं तध्धि तस्य रसायनम् ॥२॥
| (શાંત સુધારસ) શાંત સુધારસ ગ્રંથમાં પૂ. મહો. વિનયવિ.મ.સા. ફરમાવે છે કે સદ્ધર્મધ્યાન માટે જિનેશ્વર પરમાત્માઓએ મૈત્યાદિ ચાર ભાવનાઓને સદ્ધર્મ ધ્યાનના પરમ રસાયન રૂપ કહી છે. આત્મ હિત માટે ધ્યાન જરૂરી, સમ્યમ્ દર્શન વિના આત્મા ધ્યાનનો અધિકારી બની શકતો નથી. અર્થાત્ સમ્યગૂ દર્શન એટલે તત્ત્વ રુચિ. તત્ત્વ એટલે આત્મામાં જે ગુણો રહેલા છે તેને અનુભવવાની રુચિ તે અને તે માટે તેના વિરુધ્ધ પુગલ દ્રવ્ય – તેના વર્ણગંધાદિ ગુણો તેના પ્રત્યે તે હેય ભાવ અર્થાત્ અભોગ્ય રૂપ ઉદાસીન ભાવ જરૂરી અને જીવ દ્રવ્ય પ્રત્યે ઉપાદેયભાવ. સર્વ જીવો સત્તાએ સિધ્ધ તેથી તે બધા ઉપાદેય. સ્વસત્તાગત સિધ્ધત્વને પ્રગટાવવાની રુચિ અને તે માટેનો ઉપાય જ્ઞાનસારમાં પૂ. મહા.યશોવિજયજી મહારાજ ફરમાવે છે.
अनिच्छन् कर्म वैषम्यं बम्हांशेन समं जगत् । માત્માડમેન યઃ પર મોક્ષ માનીશની (–૨)
કર્મોના ઉદયથી જીવોમાં જે બાહ્ય વિષમતા અર્થાત્ કર્મકૃત વિવિધ ભેદવાળી અવસ્થાને જોવાની નથી પણ તેમાં રહેલી સત્તાગત સિધ્ધ અવસ્થાને જુએ અને
નવતત્વ // ર૯૩