________________
અતૃપ્ત અને વિશુચિકાને કરનાર એવું અચિત્ આહાર પરિણમે. (તીર્થકરના આત્માને શુભ આહાર પરિણમે) ૭મી નરકમાં ૩૩ સાગરોપમ સુધી અન્તર્મુહૂર્ત- અન્તર્મુહૂર્ત સુધાવેદના પ્રગટ થાય. આહાર કરવા છતાં તૃપ્ત થવાને બદલે વેદના વધે. વ્યકત વેદના સૌથી વધારે નરકમાં હોય.
પંચેન્દ્રિયતિર્યંચોને પણ સુધાવેદનીય વધારે તેથી તેઓ પણ સુધાને કારણે સતત આહારની શોધમાં ભટકતા હોય.
દેવ અને યુગલિક મનુષ્યો, ભોગ પ્રધાન જીવન, શાતાને ભોગવનારા તેથી તેમને આહાર પીડા ઓછી.
અનુત્તર વિમાનવાસી દેવોને ૩૩ સાગરોપમના આયુષ્યકાળ દરમ્યાન ૩૩ હજાર વર્ષે એક વખત ખાવાની ઈચ્છા થાય. લોમાહાર અને ઈચ્છા પ્રમાણે આહાર પુલો સ્વાદરૂપે પરિણમી જાય તેને માત્ર સ્વાદનો ઓડકાર આવે, તે મનભક્ષી હોય. - પલ્યોપમના આયુષ્યવાળાને ૨ થી ૯ દિવસે ખાવાની ઈચ્છા થાય.
૧૦ હજાર આયુષ્યવાળાને ૧ દિવસે આહારની ઈચ્છા થાય. યુગલિક મનુષ્યોને (૩ પલ્યોપમના આયુષ્યવાળાને) ૩ દિવસે તુવેરના દાણા જેટલા આહારથી તૃપ્તિ થાય.
યુગલિક મનુષ્યોને (૧ પલ્યોપમના આયુષ્યવાળાને) એકાંતરે આંબળા જેટલા આહારથી તૃપ્તિ થાય.
સંખ્યાત આયુષ્યવાળા મનુષ્યોને (ક્રોડપૂર્વ વર્ષથી અન્તર્મુહૂર્ત પર્યત આયુષ્યવાળાનો) આહાર અનિયમિત, જે રોગિષ્ટ ને શરીરથી નબળાને વધારે જરૂર પડે. સંખ્યાત આયુષ્યવાળા મનુષ્યો અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો સ્વેચ્છાએ આહારનો (ક્વલાહારનો) ત્યાગ નવકારશીથી માંડી છ મહિના સુધી કરી શકે છે.
"સુખનું કારણ સંયોગ નહીં, સંયોગ દુઃખનું કારણ છે, સંયોગ ઘટે તેમ સુખ વધે, સંયોગ વધે તેમ દુઃખ વધે.’
નવતત્વ // ૧૪૨