________________
પ્રથમ વ્યવહારસ્કૃત આવશ્યક : પચ્ચક્ખાણ.
આ અનાદિના આહારની પરાધીનતામાંથી છૂટવા- અર્થાત્ કર્મકૃત આહાર આવશ્યકમાંથી છૂટવા સર્વજ્ઞ પરમાત્માઓએ તેના પ્રતિપક્ષરૂપે પચ્ચક્ખાણ વ્યવહાર આવશ્યક આરાધના– આજ્ઞારૂપે ફરમાવ્યું.
પ્રત્યાખ્યાન = પ્રતિમાખ્યા : આત્માને જે પ્રતિકૂળ છે તેનું કહેવું, અર્થાત્ મારા આત્માના હિતમાં (સ્વભાવમાં) જે ચારે આહારાદિ પ્રતિકૂળ છે તેને હું ગ્રહણ કરીશ નહીં. પ્રથમ આત્માએ પોતાના આત્માની સાક્ષીએ–પ્રતિજ્ઞા (પ્રત્યાખ્યાન) ધારણ કરવાનું છે.
પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) આત્માએ ત્રણની સાક્ષીએ લેવાનું તો શુધ્ધ થાય. પ્રથમ આત્મસાક્ષીએ : સવારે પ્રતિક્રમણમા તપચિંતવણીના કાઉસ્સગ્ગમાં આત્મસ્વભાવની વિચારણા કરવાની.
(૧)
(૨) ગુરુસાક્ષીએ : ગુરુનો જોગ હોય તો ગુરુ ભગવંત પાસે, ન હોય તો વડીલ પૂજ્યો પાસે પચ્ચક્ખાણ લેવું જરૂરી.
(૩) દેવસાક્ષીએ : દેરાસરમાં જઇએ ત્યારે પરમાત્મા પાસે લેવાનું. આમ ત્રણે સાક્ષીએ લીધેલું પચ્ચક્ખાણ દંઢ—શુધ્ધ થાય.
'સર્વજ્ઞ પરમાત્માએ વ્યવહાર તપધર્મની આજ્ઞારૂપ આરાધના શા માટે ફરમાવી ?"
'ચારે પ્રકારના આહાર ગ્રહણ–પરિણમન કે ભોગવવાનો આત્માનો સ્વભાવ નથી. આત્મા અણાહારી – જ્ઞાનાનંદનો ભોકતા છે. પણ વર્તમાનમાં શરીરધારી હોવાને કારણે શરીરને આહારની જરૂર પડે. તેથી તેને આહાર ગ્રહણ કરવું પડે. આથી શરીર વડે આત્મા વાતાવરણમાંથી લોમાહાર પુદ્ગલોને શરીરના છિદ્રો વડે સતત ગ્રહણ કરે છે. આથી ચોમાસામાં ભેજના વાતાવરણમાંથી શરીરને આહાર મળી જવાથી ચોમાસામાં માસખમણાદિ તપ સહેલાઈથી થઈ શકે છે. વધારે આહારની જરૂર ન પડે. શિયાળામાં પણ પાણીની જરૂર ઓછી
નવતત્ત્વ // ૧૩૯