________________
કાર્ય ન થાય.
ઉપકરણેન્દ્રિયનો સંબંધ ભાવેન્દ્રિય સાથે રહેલો છે. મુખ્ય જ્ઞાન કરવાનું સાધન ભાવેન્દ્રિય (આત્મ પ્રદેશોમાં પ્રગટ મતિ શ્રુતજ્ઞાન) છે. સૌથી નિકટ ઉપકરણેન્દ્રિય આત્મા સાથે છે તેથી ઉપકરણ હણાય તો બોધ ન થાય. સ્પર્શેન્દ્રિય » ઉત્સેધાંગુંલના માપે છે. બાકીની ચાર આત્માઅંગુલના માપે છે. સૌથી ઓછી અવગાહના ચક્ષુરિન્દ્રિયની છે તેથી નિકટનો મેલ ન જોઈ શકે. તેનાથી અસંખ્યાત ગુણી શ્રોતેન્દ્રિય તેનાથી અસંખ્યાતગુણી ઘ્રાણેન્દ્રિય તેનાથી અસંખ્યાત ગુણી રસનેન્દ્રિય અને તેનાથી અસંખ્યાતગુણી સ્પર્શેન્દ્રિય અનંત પરમાણુની બનેલી છે. અંશુલ ત્રણ પ્રકારના માપના છે.
(૧)
(૨)
(૩)
ઉત્સેઘઅંગુલા : ૮ આકાજ્ય = ૧ અંગુલ
પ્રમાણઅંગુલ ઉત્સેઘ ઃ અંગુલથી પ્રમાણ ૪૦૦ ગણુ હોય.
આત્માંગુલ : જે કાળે જે માણસો પોતાના અંગુલથી ૧૦૮ ગણા ઊંચા હોય તે. (વિશેષ નવતત્ત્વ કાળ વિભાગમાં જાણવું.)
આમ ઈન્દ્રિય એ જ્ઞાનનું સાધન છે. આત્મા માટે જે હેય છે, તેનાથી અટકાવીને જે ઉપાદેય છે તેની સાથે જોડવાની તેને જ્ઞાની ભગવંતોએ વિરતિ સમતા કહી છે. ઈન્દ્રિયો વડે જ્ઞેયનું જ્ઞાન કરવાનું છે. જ્ઞાન કરીને જ્ઞાનનું ફળ આત્માના સમતા સ્વભાવને પ્રગટ કરવાનો છે. આ ખ્યાલ ન હોય તો ઈન્દ્રિય દ્વારા શેયનું જ્ઞાન કરી ઈન્દ્રિયો વિકારને પામી સામાયિક આવશ્યકના પરમ સાધનને બદલે ભોગનું સાધન બની જાય. આંખ દ્વારા દ્રવ્યને જ્ઞેય રૂપે જાણવાનું છે. પણ અજ્ઞાની આત્મા ટીવીના પડદા પર આશ્રવરૂપ બની દ્રવ્યોને જોઈ તેના ભોકતા બની જાય છે. તેમ સામાયિક અનુષ્ઠાન પણ વ્યવહારથી છે. પણ જો આત્મા સમતા સ્વભાવના પરિણામ પામે તો તે નિશ્ચયથી સામાયિક છે. તેમાં વ્યવહાર સામાયિક નિમિત્ત કારણ બને તો જ તે સામાયિક અનુષ્ઠાન વ્યવહાર ધર્મરૂપ બને. સર્વજ્ઞ પરમાત્માના શાસનમાં જે કોઈ ધર્મ – વ્યવહાર 'આચારો' બતાવ્યા છે તે બધા આત્માના નિશ્ચય (સ્વભાવ) રૂપ ગુણને પ્રગટ કરવા માટે
નવતત્ત્વ // ૧૭૧