________________
(૩) ખાટો રસ દાંતની બિમારી, નેત્ર બંધ થાય, રૂવાડા ઉભા થાય, હૃદયમાં
દાહ પેદા થાય, છાતીના રોગો થાય. (૪) તીખો રસ કેળની નશ જકડાઈ જાય. ભૂખ મંદ થાય. (૫) તુરો રસઃ નસોનું સંકોચન, નાડી ખેંચાય, આફરો ચડે. (૬) લવણ રસઃ ખુજલી, ચામડીના રોગો, વા થાય.
મુખ્ય રીતે પાંચ રસોની પ્રધાનતા છે, પણ અપેક્ષાએ છઠ્ઠા રસ તરીકે લવણને ગણવામાં આવે છે.
ધાણેજિય इंद्रिय चवल तुरंगो, दुग्गई मग्गाणु धाविरे निच्चं ।। भाविअ भवस्वरूपो रूभइजिणवयणरस्सीहिं ॥२॥
(ઈન્દ્રિય પરાજય શતક) ઈન્દ્ર (આત્મા) સ્વ સ્વભાવમાં સ્થિરતા પામી સ્વભાવમાં રમવાના સ્વભાવવાળો છે. સર્વ જગતને સ્વ સાથે સર્વને જાણીને આનંદ માણવાના સ્વભાવવાળો છે. આનંદ માણવા આત્માને કોઈ વિષયોની અપેક્ષા નથી પણ કર્મવશ આત્માને ઈન્દ્રિયોની પરાધીનતા આવી, આથી સ્થિરતાને બદલે અસ્થિરતા આવી. તેથી તે પોતાના વિષયો પકડવા સતત દોડાદોડી કરતો હોય છે. એટલે જ્ઞાનીઓએ ઈન્દ્રિયોને ચપળ ઘોડાની ઉપમા આપી છે. જેમ ચપળ ઘોડો ઉન્માર્ગે લઈ જાય. તેમ આ ઈન્દ્રિયો જીવને દુર્ગતિના માર્ગે ઘસડી જાય છે.
કઈ રીતે આત્મા સ્વઘર છોડીને બહાર દોડાદોડ કરે છે? 'परघर जोवतां रे धर्म तुमे फिरो, निजधर न लहो रे धर्म, जिम नवि जाणे रे मृग कस्तुरीयो मृगमदपरिमल मर्म ॥
જેમ તે ભુલો રે મૃગ દશો દિશિ ફિરે, લેવા મૃગમદ ગંધ, તેમ જંગ કે રે બાહિર ધર્મને, મિથ્યા દષ્ટિ રે અંધ " ૧૭ll
(પૂ. મહો. યશોવિજયજી)
નવતત્વ // ૨૦૦