________________
મિ – મર્યાદા–આચારની જે મર્યાદા (શ્રાવક કે સાધુ) ઓળંગીને આગળ
ગયા હોય તે મર્યાદામાં પાછું આવીને (અર્થાત્ પાંચ સમિતિ–ત્રણ
ગુપ્તિમાં આવીને) મિચ્છા મિ દુક્કડમ્ આપે. દુ – દુષ્કૃત-દુર્ગચ્છા–કરેલા પાપની દુર્ગચ્છા કરું છું. અર્થાત્ પાપી પ્રત્યે
દ્વેષ નથી કરવાનો પણ પાપીએ કરેલા પાપની દુર્ગચ્છા કરવાની છે. કબૂલાત – કરેલા પાપની પૂર્ણ કબૂલાત કરવાપૂર્વક મિચ્છા મિ
દુક્કડમ્ આપવાનું છે. ડમ - ઉપશમ- મારા પાપનું મિચ્છા મિ દુક્કડમ્ – હું પાપને પૂર્ણ
ઉપશાંત કરું છું. અર્થાત્ હવે તે પાપ મારા જીવનમાં કદી નહીં થાય. આમ ગુરુ આગળ આવીને પોતાના પાપનું કંઈ પણ છૂપાવ્યા વિના બાળકની જેમ સરળ બની એટલા લઘુ ભાવ ધારણ કરી પરમ વિનયપૂર્વક ગદ્ગ સ્વરે સંવેગપૂર્વક પશ્ચાત્તાપથી અત્યંત દ્રવિત હૃદયે પાપનો એકરાર (સ્વીકાર) કરવા પૂર્વક અને આવું પાપ ભવિષ્યમાં ક્યારે પણ મારાથી ન થાય તેવી ભાવના વ્યક્ત કરવા વડે ગુરુના આશિષ લેવા વડે મિચ્છામિ દુક્કડમ્ રૂપ પ્રતિક્રમણ કરે. મૃગાવતી સાધ્વી ગુરુણીના ઠપકા પર પશ્ચાતાપ થતા ગુરુણીને '
મિચ્છા મિ દુક્કડમ્ એવા સંવેગભાવ પૂર્વક આપ્યું કે તેમને કેવલજ્ઞાન પ્રગટયું.
વ્યવહાર આવશ્યક એ નિશ્ચય આવશ્યકને પ્રગટ કરવા પરમ અભ્યાસ રૂપ છે. મન દ્વારા વિચાર કરવા રૂપ સંસાર આવશ્યક પ્રગટ થયું અને પ્રતિક્રમણ આવશ્યક દ્વારા મનની પરાધીનતા સદા નીકળી જાય, વિચાર કરવાની જરૂર જ નહીં. સીધો આત્મા પોતે જ જ્ઞાન કરી લે તે માટે વિચાર કરવાની જરૂર રહે નહીં. 'વિચાર' એ પણ આત્માનો વિભાવ છે. મનોવર્ગણાના પોટલા છે તેથી જેમ આહાર એ વિભાવ એમ વચન એ પણ વિભાવ, તેમ વિચાર એ પણ વિભાવ છે અને તે ત્રણે પુગલના સંયોગના પર્યાયરૂપ વ્યવહાર છે અને ત્રણે પરવ્યવહાર રૂ૫ વિભાવમાંથી સર્વથા છૂટવું તે મોક્ષ છે. કેવલ જ્ઞાન પ્રગટ્યા પછી વિચાર કરવાની જરૂર નહીં. પ્રતિક્રમણ આવશ્યકની પણ જરૂર નહીં. આથી પ્રતિક્રમણ
નવતત્વ // ૨૭૧