________________
જીવો પર વાસ્તવિક કરુણા કરી શકે. સમકિત વિના પોતાની આત્મદશાનું ભાન ન થાય તેથી ભાવ કરુણા ન આવે, ફકત દ્રવ્ય કરુણા આવશે. સામેની વ્યકિત ભૂખી છે તો ભોજન-કપડા વગેરે આપી દેવાશે. ભાવ કરુણા વિનાની દ્રવ્ય કરુણા આત્મવિકાસનું કારણ ન બને. સમકિતીને દ્રવ્ય અને ભાવ કરુણા આવે.
કરુણામાં જ્ઞાતિ, જાતિ, વ્યકિત કશું જ જોવાતું નથી. અનુકંપામાં જીવ માત્ર એટલે પશુ પંખી વગેરે બધા જ આવે.
ફકત માનવ સેવા એ જ પ્રભુ સેવા આવું નથી. જે પણ જીવ દુઃખી છે તે કરુણાપાત્ર છે. હિંદુ લોકો ગાયની સેવા કરે અને બીજા જીવોની કરુણા કરવા જેવી ન લાગે તો તે કરુણા મિથ્યાત્વના ઘરની ગણાય.દુખી જીવ માત્ર પર કરુણા જોઈએ.
કોઈ વ્યકિત દ્રવ્ય દુઃખથી પીડાતી હોય તો તેનું દ્રવ્ય દુઃખ તેને સમાધિ મળે તે રીતે દૂર કરવાનું છે. ચાંડાળનો આત્મા હોય કે કસાઈનો આત્મા હોય પણ એક વખત એને જીવાડી દેવો તે આપણી ફરજ છે. તે જીવશે તો બકરા કાપશે એવો વિચાર પણ ન આવવો જોઈએ. શા માટે? તેને મરતા જોઈએ, તરફડતો જોઈએ અને આપણે તેની ઉપેક્ષા કરીએ તો આપણા આત્માની કરુણા ભાગી જશે. તેથી સ્વ આત્માની કરુણા નાશ ન પામે તે માટે સામી વ્યકિત પર કરુણા કરવાની છે. સામી વ્યકિત કઈ રીતે સમાધિ પામે? દુર્ગતિમાં ન જાય એ જ લક્ષ્ય હોવું જોઈએ. તેનું આર્તધ્યાન દૂર થાય તે લક્ષ હોય તો જ ભાવકરુણા કહેવાય. અનુકંપામાં વ્યકિતની યોગ્યતા જોવાની નથી. પોતાના કરુણાનો પરિણામ તૂટે નહીં તે માટે જ કરુણા કરવાની છે, નહિતર સમતા નહીં આવે. આ રીતે કરો તો વિશિષ્ટ કોટીનો અનુબંધ થશે અને કર્મની નિર્જરા થશે.
સામાની દુર્ગતિ ન થાય તેમ મારી પણ દુર્ગતિ ન થાય તે માટે કરુણા કરવાની છે. વ્યવહાર એ પરની વાત છે. નિશ્ચય એ સ્વની વાત છે. જે કોઈ કરો તે સ્વ માટે કરો. આ રીતે પોતાના માટે કરે તેને અભિમાન ન આવે, પ્રસિધ્ધિ માટે ન કરવું નહીંતર આત્મા સિધ્ધ ન થાય. નિશ્ચયથી પહેલા પ્રમોદભાવ લાવો. પ્રમોદ વગર મૈત્રી નહીં. મૈત્રી વગર કરુણા નહીં અને કરુણા વગર માધ્યસ્થ ભાવ આવે નહીં.
નવતત્વ // ૨૯૯