________________
દરેકમાં લક્ષ સમતાનું હોવું જોઈએ નહિતર ભાવના, ભાવના જ નથી. સમતાના લક્ષ વગરના વ્યવહાર ધર્મથી નિર્જરાનો લાભ થાય નહીં. સારો ભવ મળે પુણ્ય મળે પણ સંસાર વધે જો સમતાનું લક્ષ હોય તો કર્મની નિર્જરા થાય અને ભવનો અંત નજીક આવે.
ભાવમાંથી સ્વભાવ તરફ પ્રગતિ કરાવે તેને જ પ્રશસ્ત ભાવ કહેવાય. ફકત ભાવ તો ભવ વધારે. કરુણાભાવ વગર આત્મા પાપને છોડી ન શકે.
કરુણા જીવ દ્રવ્ય પર જ કરવાની છે. તેથી જીવને જાણવો પડશે પછી જ કરુણાનો ભાવ આવશે. દીક્ષા લેવી એટલે જીવદયા પાળવાની છે. દીક્ષાનો ભાવ હતો ત્યારે દયાનો ભાવ હતો. દીક્ષા લીધી એટલે ધ્યાન, વાસ્તવિક પાલન કરવાનું. ધ્યાન વાસ્તવિક પાલન એટલે દોષો દૂર કરવા. આત્મામાં રમણતા કરું અર્થાત્ હું આનંદ ભોગવું, પીડા ભોગવું નહીં તેમ કોઈને પીડા આપું નહીં.
દેશવિરતિમાં અલ્પકાળ અને સર્વવિરતિમાં સદા માટે કોઈ પણ જીવને આપણા તરફથી પીડા ન અપાય તેમજ પોતાના આત્માને પણ પીડા ન અપાય તે રીતે જીવન જીવવાનું છે.
બેસવા, ચાલવા, વાપરવા બધી જ પ્રક્રિયામાં આત્મા દયા પાળતો થઈ શકે, આત્માને કોમળ બનાવવાની વાત છે.
દેવ, નરક ભવમાં આત્મા વિશેષથી કોમળ બની શકે નહીં. તિર્યંચમાં અંશથી કોમળ બને, મનુષ્યભવમાં જ આત્મા પૂર્ણ કોમળ બની શકે તેમ છે. તેથી તીર્થકરના આત્મા વિચરતા હોય ત્યારે એકેન્દ્રિય વૃક્ષો નમવા માંડે. પક્ષીઓ પરમાત્માને પ્રદક્ષિણા આપે. પવન અનુકૂળ થઈ જાય. જ્યારે આપણાથી આપણા સ્વજનો દૂર ભાગવાનો પ્રયત્ન કરે. વિચારો કેમ?
પરમાત્માએ જીવો પ્રત્યે વાસ્તવિક દયા કરી છે તેથી જીવોને સહજ રીતે પરમાત્મા તરફ અનુકૂળ થવાનું મન થાય છે. આપણે સૌ પ્રથમ જીવોને ઓળખીને પછી જીવો પ્રત્યે દયાનો ભાવ લાવીને પછી વાસ્તવિક દયા કરવાની છે.
પરમાત્માની આજ્ઞા વ્યવહારથી અને નિશ્ચયથી એમ બન્ને સ્વરૂપે જાણી
નવતત્વ // 300