________________
પરિણમન કરવાના હેતુરૂપ આત્મામાં કર્મના ઉદયથી જે શક્તિ વિશેષ પ્રગટ થાય તેને આહાર પર્યાપ્તિ કહેવાય. આવી આત્મામાં છ શક્તિ વિશેષ પર્યાપ્તિ વડે જીવ નવા ભવનું સર્જન કરે છે અને છ શક્તિ વિશેષ પર્યાપ્તિઓ એ આત્માની કર્મકૃત બંધનરૂપ છ આવશ્યક છે.
આહાર ગ્રહણની શરૂઆત પ્રથમ સમયથી – નવાભવના ઉદયથી શરૂ થાય અને તે ભવના અંતસુધી (આયુષ્યના અંતસુધી) આહાર ગ્રહણની પ્રવૃત્તિ ચાલુ રહે. અર્થાત્ આત્મવીર્યએ જે કાર્ય માત્ર સ્વગુણ-તથા આત્મપ્રદેશોમાં પરિણમન થવાનું આવશ્યક કાર્ય કરવાનું હતું તેને બદલે તે આહારરૂપ પુદ્ગલ ગ્રહણ, પરિણમન અને વિસર્જનરૂપ કાર્ય આવશ્યક ક્રિયારૂપ બની ગયું. આમ આત્માનો પ્રથમ વિભાવ આવશ્યક ક્રિયારૂપ કાર્ય આહાર ગ્રહણાદિ રૂપ થયું. 'આહાર પર્યાપ્તિ' વડે આહાર ગ્રહણ કરવા રૂપ પ્રથમ કર્મકૃત આવશ્યક
શરૂ થયું.
પ્રથમ આહાર ઓજાહાર પ્રથમ સમયે આહાર પર્યાપ્તિ પૂર્ણ થતાં ઔદારિક કે વૈક્રિય જે આહાર રૂપે પરિણમન પામે (મનુષ્ય, તિર્યંચ, પંચેન્દ્રિયોને ગર્ભમાં શુક્ર—શોણિત પુદ્ગલનો આહાર) તે ઓજાહાર રૂપે હોય અને તે આખા શરીર વડે ગ્રહણ કરાય.
-
નવા ભવનો જન્મ એટલે કાર્મણ—તૈજસમાં પૂરાયેલા આત્માનું ઔદારિક કે વૈક્રિય પુદ્ગલમાં અમુક કાળ માટે ગોઠવાઈ જવું.
લોમાહાર : આહાર પર્યાપ્તિ વડે ગ્રહણ કરાયેલ ઓજાહારનું જે ખલ અને રસરૂપે પરિણમન થયું તે હવે શરીર પર્યાપ્તિ વડે અન્તર્મુહુર્તમાં તૈજસ–કાર્પણ શરીર યુકત આત્માનું નવા બનેલ ઔદારિક કે વૈક્રિય શરીરમાં ગોઠવાઈ જવું તે નવો જન્મ નવા ભવની શરૂઆત છે. હવે આ નવા શરીરના છિદ્રો દ્વારા જે આહાર ગ્રહણ કરે તેને લોમાહાર કહેવાય છે. 'લોમાહાર' આયુષ્યકર્મના ઉદય સુધી અર્થાત્ આત્મા જ્યાં સુધી નવા બનાવેલા શરીરમાં રહેશે ત્યાં સુધી નવા બનેલા શરીરના છિદ્રો દ્વારા વાતાવરણમાંથી સતત આહાર
નવતત્ત્વ / ૧૩૪