________________
(૩) ઈન્દ્રિય
(૪) ભાષા
સામાયિક
ચઉલ્વિસત્થો
(૫) મન
પ્રતિક્રમણ
(૬) શ્વાસોચ્છ્વાસ કાઉસ્સગ્ગ
પ્રવર્તન
સમતા, સ્વભાવ રમણતા મૌન–સત્ય અને તત્ત્વ
કીર્તન
સ્વ સ્વભાવ સ્થિરતા
આત્માની પૂર્ણ સ્થિરતા સર્વ સંગ રહિત શુધ્ધાવસ્થા
૧. પ્રથમ કર્મકૃત આવશ્યક : 'આહાર પર્યાપ્તિ'
સૌ પ્રથમ વર્તમાન ભવના આયુષ્યકર્મના દળિયા ખપી જાય એટલે પૂર્વે બંધાયેલ આયુષ્યકર્મના દળિયા ઉદયમાં આવે તે સાથે ગતિનામકર્મ અને પર્યાપ્તિ નામકર્મ પણ ઉદયમાં આવે. પૂર્વે ગ્રહણ કરેલ ઔદારિક કે વૈક્રિય શરીર ને છોડી જીવ બંધાયેલા પરભવના આયુષ્યકર્મ પ્રમાણે તેજ ભવ અનુસાર ગતિનામકર્મના ઉદય પ્રમાણે કાર્પણ અને તેજસ શરીર સાથે પરલોક યાત્રાનું પ્રયાણ કરે છે. તે વખતે પણ કર્મબંધ ચાલુ છે જે શરીરમાંથી (ઔદારિક કે વૈક્રિય) નીકળે છે ત્યારે તે સમયે જીવ તૈજસ—કાર્પણ શરીર વડે આહાર ગ્રહણ કરીને નીકળે છે અને જ્યાં જાય ત્યાં પર્યાપ્તિ નામકર્મના ઉદયે સૌ પ્રથમ કાર્યણ શરીર વડે ઉત્પત્તિ ક્ષેત્રમાં રહેલા આહારના પુદ્ગલોને અનભિસંધિ વીર્ય વડે એક સમયમાં ગ્રહણ કરે.
पुद्गलोपचयः ग्रहण परिणमन हेतुः शक्ति विशेषः पर्याप्तिः ।
પર્યાપ્તિ નામકર્મના તથા ઔદારિક શરીર નામકર્મના ઉદયે જીવ ઔદારિક શરીરને યોગ્ય (વૈક્રિય શરીર નામકર્મના ઉદયે વૈક્રિય શરીરને યોગ્ય) આહારના પુદ્ગલોને કાર્પણ શરીર વડે ગ્રહણ કરી અને તૈજસ શરીર વડે તેને ખલ–રસરૂપે પરિણમાવે તેને પ્રથમ 'આહાર પર્યાપ્તિ' કહેવાય.
અર્થાત્ પુદ્ગલના સમુહને ગ્રહણ કરવા તથા તેને આહાર રૂપે
નવતત્ત્વ // ૧૩૩