________________
જાય. "સુમનતુ આપણું મન પણ પ્રભુના ગુણથી રજિત થઈ જાય તો મિથ્યાત્વ રૂપી અશુભ વાસનાથી સદા અશુભ ભાવોમાં રમતું દુર્ગધી મન પણ સુગંધી અર્થાત્ ગુણનો અનુરાગી થઈ જાય. ગુણની રુચીવાળો થઈ જાય તો ૧૮ પાપસ્થાનકની દુર્ગધનું ભાન થાય અને તે દુર્ગધને દૂર કરવા સર્વજ્ઞ કથિત ત્યાગ માર્ગે તેની વિશુધ્ધિ કરવા જીવ તત્પર થાય અને પુષ્પમાં જેમ કોમળતા છે તેમ સમકિતની સુગંધથી પ્રભુના ગુણગાનમાં મન આનંદિત થાય. પોતાના દોષ દુર્ગધમાં મન પશ્ચાતાપવાળું બને કોમળ બને. જેમ કરુણા કોમળ બને તેમ તેનું મુખ જગતને સૌમ્ય થયેલું ગમવાનું થાય. અર્થાત્ કોમળ થતાં દોષોના દુઃખથી દુઃખી થયેલું મન દોષોના દુષ્કૃત્યોને દૂર કરવા અને ગુણો માટે સહનશિલતાદી કરવા તૈયાર થઈ સમતાનો અધિકારી બને છે. ચક્ષુરિન્દ્રિય
રૂપાપીત સ્વભાવ જે કેવલ દંસણ નાણી રે, ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રે' વીર જિનેશ્વર.
(નવપદ દુહા) સર્વજ્ઞ પરમાત્માએ છઘમસ્થ જીવો માટે વ્યવહાર આવશ્યક બતાવ્યા છે. જે સ્વભાવથી પૂર્ણ થયા છે તેવા સર્વજ્ઞ, કેવલીઓને વ્યવહાર આવશ્યક હોતા નથી તેમને નિશ્ચય આવશ્યક જ હોય છે. નિશ્ચય આવશ્યકમાં દ્રવ્યપ્રાણની જરૂર નહીં. વ્યવહાર આવશ્યકમાં સાધન તરીકે દ્રવ્યપ્રાણ અને ઉપકરણ બનેની જરૂર હોય છે. સામાયિક આવશ્યકના દ્રવ્યપ્રાણમાં આખ, કાન અને મન એ વિશેષ રૂપે ઉપકરણ બને છે. આત્માનું પ્રથમ આવશ્યક જ્ઞાન ગુણ છે. જીવ અને જડ (અજીવ) ને સામાન્ય અને વિશેષ સ્વરૂપે જોવું અને જાણવું છે. અર્થાત્ આત્મા યજ્ઞાતા છે. જીવ–અજીવ, રૂપી- અરૂપીનો નિરંતર જ્ઞાતા છે.
ચર્મ ચક્ષુ ભૂતઃ સર્વે દેવાર્ષાવધિ ચક્ષુષઃ સર્વત્ર ચકૃષઃ સિદ્ધાઃ સાધવઃ શાસ્ત્ર અશુષઃ
(ાનસાર)
નવતત્વ // ૨૦૯