________________
વધારે ગમે ત્યાં જીવ નમી પડે સત્વ હણાય સમતા ખંડાય બીજાના કોમળ શરીર ચામડી ખાવામાં અકળામણ ન થાય અને મચ્છર આપણા કોમળભાગ પર બેસે તો તે આપણને ન ગમે. ખાવામાં જિનાજ્ઞાનો ઉપયોગ હોય તો ભોજનક્રીયા પણ બંધને બદલે સમતા સાધક બની નિર્જરાનું કારણ બને નહીં તો વિષયનું કારણ બની મહાકર્મબંધનું કારણ બને. તંદુલિયો મચ્છ અને કંડરીક આહાર સંજ્ઞા અને આહારના સુખની આસકિતમાં ૭મી નરકમાં ગયા. 1 જિનાલા અને સામાયિક સ્વભાવે એક જ શા માટે?
જિન બનવા માટે જ જિનાજ્ઞા છે. જિન બનવું એટલે રાગદ્વેષના વિજેતા બનવું અર્થાત્ વિતરાગ બનવું. જે વિતરાગ હોય તે નિયમા–સર્વજ્ઞ બને. વિતરાગ બનવું એટલે જ સામાયિકનું ક્ષાયિક ભાવે થવું. જિનની પ્રથમ આશા છે આવશ્યકની છે. તેમાં પ્રધાન સામાયિક આવશ્યક છે. અર્થાત્ સર્વજ્ઞ પરમાત્મા સૌ પ્રથમ સામાયિક આવશ્યકનો ઉપદેશ આપે છે.નિશ્ચયથી આત્મા જ સામાયિક સ્વભાવે છે. અખા હજુ સામાપ ! તેથી જ જિનની વ્યવહાર આજ્ઞા પણ સામાયિક આવશ્યકની છે. સામાયિકની સિધ્ધિ માટે જિનની નિશ્ચયથી પ્રથમ આજ્ઞા માત્ર આત્મા = જ્ઞાતા આત્માનો સ્વભાવ યનો જ્ઞાતા બનવાનો છે. જોય-જીવ અને અજીવ છે અને તેને જાણનાર જીવ (આત્મા) જ છે.
સૌ પ્રથમ આત્મા માટે પ્રથમ ય પોતાનો આત્મા બને. પોતાનો આત્મા સત્તાએ શુધ્ધ–સિધ્ધ છે અને વ્યવહારે અશુદ્ધ કર્મમય–શરીરમય છે. આત્માની અશુધ્ધ અવસ્થા હેય લાગે અને શુધ્ધ અવસ્થા ઉપાદેય લાગે. એટલે ઉપાદેયમાં રુચિનો પરિણામ પ્રગટ થાય અને હેયરૂપ અશુધ્ધ અવસ્થામાં ત્યાગની રુચિ પ્રગટ થાય એટલે સમ્યગદર્શન પ્રગટ થાય.
આમ આત્માની અશુધ્ધ અવસ્થારૂપ કર્મ-કાયા અને કષાય ત્રણેય હેય તેથી તેને છોડવાની રૂચિ થાય. તેથી કર્મના વિપાક રૂપે જે કાયાનો સંયોગ (કાયાનો આકાર અને રૂ૫) તેના પ્રત્યે સામાન્યથી રાગનો પરિણામ જીવોને પ્રાયઃ થાય છે. અર્થાત્ કાયા સાથે મોહનો પરિણામ થાય. તેથી કાયાના સુખની
નવતત્વ // ૧૮૭