________________
કરુણા લાવવાની છે.
પ્રસન ચંદ્ર રાજર્ષિને પુત્રના રાગે – અશુભ ધ્યાને ચડતા સાતમી નરક સુધીના દળિયાનું ઉપાર્જન કર્યું અને શુભભાવથી આગળ વધતા શુધ્ધ ભાવ આવતા પાછા વળ્યા તો ક્ષણમાં કેવલજ્ઞાનની પૂર્ણતાની દેવદુંદુભી વાગી.
આત્મા ગુણસ્થાન પર ચડે ત્યારે કરુણા પ્રધાન સ્વલક્ષી બને પરની ગૌણતા બને. સ્વલક્ષી કરુણામાં પ્રધાન બની સ્વભાવમાં પરાવર્તન પામે.
આજુબાજુના દુઃખી આત્માઓ ઉપર કરુણા – સ્વજનો, સંબંધીઓ તથા સ્થાવર જીવો પર કરુણા થવી જોઈએ. સ્થાવર જીવોમાં સિધ્ધના જીવોના દર્શન થાય તો તેમને પણ અભયદાન રૂપ વિરતિ સ્વીકારવાનું મન થાય. સર્વવિરતિની શકિત ન હોય તો દેશવિરતિ સ્વીકારે, તે પ્રમાણે પણ શકિત ન હોય તો ઓછામાં ઓછી વિરાધના કેમ થાય તેમ જીવન ઔચિત્ય વ્યવહારથી જીવે. 0 કરૂણાભાવનાનું ફળ
परदुःखप्रतिकारमेयं ध्यायन्ति ये हृदि। लभन्ते निर्विकारं ते सुखमायन्ति सुन्दरम् ॥
(શાત સુધારસ) જે આત્મા બીજાના દુઃખને જોઈ શકતો નથી અને તે તેનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરશે તે આત્મા ભવિષ્યમાં નિર્વિકાર સુખનો ભોકતા બનશે.
જેમ જેમ ભાવનાઓ વિશુધ્ધ બનતી જાય તેમ તેમ ગુણોનો અનુબંધ પડતો જાય. કરુણાનો પ્રશસ્તભાવ જયારે પ્રકૃષ્ટ બને ત્યારે તે આત્માને પ્રકૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય-તીર્થકર નામકર્મ બંધાય. તે કર્મના ઉદયે–સર્વદેવોથી અધિક રૂપ, શ્વાસોચ્છવાસ કમળ જેવો સુગંધી, પરસેવો રોગાદિ રહિત-સર્વને આકર્ષણીય બને પણ મૈત્રી, પ્રમોદ અને માધ્યસ્થ એમ ચારેય ભાવનાથી પોતે વાસિત હોવાથી ભોગાવલી કર્મનો ઉદય પૂર્ણ થતાં સાપ કાચળી ઉતારે તેમ સમગ્ર રાજઋધ્ધિ આદિ સર્વ સહજ ત્યાગ કરે, પાછું વળીને ન જુએ. સનસ્કુમાર ચક્રવર્તીના શરીરમાં રોગનો નિર્ણય થતાં તરત છ ખંડાદિ ક્ષણમાં છોડી દેતા, છ
નવતત્ત્વ || ૩os