________________
જોવા છતાં લાગણી રહિત વીતરાગ અવસ્થાથી શોભતા એવા અનંત કેવલીઓના અસંખ્ય અરૂપી આત્મપ્રદેશો જે એક પ્રદેશમાં રહેલો અનંત આનંદ સુખ લોકાલોકમાં પણ ન માય.' 'તુમ સુખ એક પ્રદેશનું નવિ માવે લોકાકાશ.' આવા સુખને પ્રતિ સમય વેદતા એવા અનંત કેવલીઓને ધ્યેય તરીકે ધ્યાનમાં લાવવાના અને તે વડે પોતાના આત્માને ધ્યાતા તરીકે તેવો જ જોવાનો. અર્થાત્ હું પોતે પણ સત્તાએ સિધ્ધાત્મા છું.
'यो सिध्धात्मा पर: सोडहं सोडहं परमेश्वर : । मदन्यो न मयोपास्यो, मदन्येन न चाप्यहम् ।'
(યોગપ્રદિપ) હું પરમાત્મા છું અને વર્તમાનમાં સંસારી આત્મા બની સંસારમાં ભટકી રહ્યો છું. હવે મારે ભટકવું નથી પણ મારા પરમાત્માના આલંબને પરમાત્માઅવસ્થા પ્રગટાવી સિધ્ધાત્મા રૂપ થવું છે. તેવા નિર્ણયપૂર્વક રુચિપૂર્વક અને તે રુપે થવાના લક્ષ્ય પુરુષાર્થ સહિત ધ્યેયમાં આત્મા ધ્યાનસ્થ બની જાય. 1 વિરતિ અને ધ્યાનમાં શું ફેર?
આત્મજ્ઞાનનું ધ્યાન ! જ્ઞાન વિરતિ પૂર્વક ફળે. જ્ઞાનથી સ્વદ્રવ્ય ગુણ–પર્યાય તરીકે સ્વાત્માનો સત્તાગત સિધ્ધાત્મા–પરમાત્મા સ્વરૂપનો નિર્ણય અને શરીરાદિ સર્વ સંયોગ – સંબંધો જે આત્માથી ભિન્ન છે તે બધાથી મારા આત્માએ સદા માટે સંપૂર્ણ સ્વતંત્ર રૂપે નિરાળા થવાનું છે તે રીતે જ્ઞાનના નિર્મળ ઉપયોગ રૂપ પોતાની શુધ્ધ સત્તાગત અવસ્થાને ધારણ કરી તેનું જ સ્મરણ અને તે સિવાયનું પરમાની તેમાંથી આત્મવીર્યખેંચી લઈ તે સ્વાત્મામાં વીર્યપ્રર્વતાવવા રૂપ જે અવસ્થા તે ધ્યાન. અર્થાત્ વિભાવ દશાથી અટકી સ્વભાવ રૂપ થવું તે ધ્યાન. તે માટે પરમાં ન પ્રર્વતવા રૂપ પ્રતિજ્ઞા (વિરતિ) ધારણ કરવાથી વીર્ય પરમાં સહજ અટકે તો સ્વાત્મામાં સહજ વીર્ય પ્રવર્તે. તેથી આત્મસ્થિરતા રૂપ ધ્યાનમાં પરના સંગથી છુટવા વિરતિ જરૂરી.તો જ સ્વઆત્માહિત, સ્વના કર્તા થવાય. પરના કર્તા મટી જવાય.
નવતત્વ // ૨૭૯