________________
વિકલ્પ અવસ્થાથી બચાય. જ્ઞાનીઓ સ્થિતપ્રજ્ઞ કહેવાય. કર્મના ઉદયે ગમે તેવી ઘટના બને છતાં તેમને તેમાં વિકલ્પ ઊઠે નહીં. કારણ તેઓ સર્વજ્ઞ દષ્ટિથી તેને નિહાળે છે. "સર્વત્ર જાનીએ જે જોયું હોય તે પ્રમાણે જ થઈ રહ્યું છે. આમ તેમનો તત્ત્વનિર્ણય હોવાથી તેમને કોઈ વિકલ્પ ઊઠે નહીં અને આત્મ સ્વભાવમાં રહી શકે, પાપનું ન કરવું. તે પહેલું પ્રતિક્રમણ તો જ થશે. જો પોતાના આત્માને પોતાના સ્વભાવનો પરિચય થઈ જાય, એટલે સર્વજ્ઞ પ્રમાણે શેયનો જ્ઞાતા અને હેય-ઉપાદેયનો નિર્ણય કરી વ્યવહાર જીવનમાં જેટલી જરૂરિયાત હોય ત્યાં હેય (જડ)નો ત્યાગ ન થઈ શકે તો તેમાં હેય માની ઉદાસીન ભાવે વ્યવહાર કરવો અને તેનું પણ પ્રતિક્રમણ કરતા રહેવું. આમ જો ઉપાદેય (જીવદ્રવ્ય તેના જ્ઞાનાદિ ગુણમાં) રુચિ અને પુદ્ગલ દ્રવ્યના (વર્ણ ગંધાદિ ગુણોમાં) હેયઉદાસીનતા પરિણામે વ્યવહાર કરવા છતાં સમક્તિી જીવનિર્જરાકરે પાપ વ્યહવાર કરવા છતાં અનુબંધનું કારણ ન બને. પ્રતિક્રમણ અનુબંધને તોડવાનું કામ કરે છે.
અનુબંધ એટલે પરંપરા (વારંવાર કરવા રૂ૫) પાપાનુબંધી પુણ્યનો બંધ પડે તો પુણ્યના ઉદય વખતે અર્થાત્ પુણ્યના ઉદયે અનુકૂળ કે સાચી સામગ્રીસારા સંયોગો મળે પણ તેમાં પાપનો અનુબંધ ઉદયમાં આવે અર્થાત્ પાપ કરવાની બુધ્ધિ જાગે. પુણ્યથી મળેલી સામગ્રીથી પાપ કરવાની બુધ્ધિ જાગે. પ્રતિક્રમણથી અનુબંધ તૂટી જાય તો પાપનો ઉદયકે પુણ્યનો ઉદય થાય તો પણ પાપનો અનુબંધ ન જાગે. નવું કર્મ ન બંધાવે.
"અનુબંધ કર્મ કઈ રીતે બંધાય ?'
પાપ કાર્ય કર્યા પછી પાપ, પાપ રૂપે લાગે નહીં અને પોતે બરોબર કર્યું છે તેનો આનંદ અનુમોદના કરે, તો અનુબંધ કર્મ બંધાય. તેમાં જેમ સંઘયણ બળ સત્તા વધારે તેમ અનુબંધ તીવ્ર પડે. મહાવીર પરમાત્માએ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં સિંહની હિંસા કરી તથા શય્યા પાલકના કાનમાં ગરમાગરમ સીસું રેડાવ્યું તે રૂપે મહાપાપ કર્મબંધ થયો. મિથ્યાત્વની હાજરી અને ઉત્કૃષ્ટ કષાયોની હાજરીમાં ૭મી નરકનું આયુષ્ય બંધાયું અને ત્યાંથી અનુબંધ ન તૂટવાના કારણે
નવતત્ત્વ // રપ૧