________________
ભાવ હોવાથી ફરી દેહમાં રહેવાનું આયુષ્ય - કર્મ બંધાય છે. તેથી હું અક્ષય છું એવો ભાવ લાવવો જોઈએ તે માટે હું અરૂપી છું તેનો સતત ઉપયોગ જોઈએ.
બીજી રીતે આયુષ્ય બે પ્રકારે (1) નિયત અને (૨) અનિયત. આ ભવના આયુષ્યનો અંત આવે ને તરત બીજા ભવન આયુષ્યના ઉદયની શરૂઆત થાય. ત્યારથી (વિગ્રહગતિમાં) નવા ભવના આયુષ્યના ઉદયની શરૂઆતના જેટલા સમય પસાર થાય તેટલા સમય રૂપ આવિચિમરણ. જે નિયત મરણ તેની શરૂઆત થઈ અને જ્યારે આયુષ્યના દળિયા પૂર્ણ સમાપ્ત થાય ત્યારે અનિયત મરણ એક વખત થાય. આમ પ્રતિસયમ દ્રવ્યમરણ ચાલુ છે. માટે જિનાજ્ઞા, 'સમય ગોયમ મા પમાયએ' જે સમય પસાર થઈ રહ્યો છે તે તારું દ્રવ્ય મરણ છે અને તે સમયોમાં તારા સ્વભાવ રૂપ નિશ્ચય સમયમાં ન રહેવા રૂપ પ્રમાદને (ભાવ મરણ) હે ગૌતમ તું ન કર.
"મર્યો અનતીવાર બિન સમજ્યો, અબ સુખ દુઃખ વિસરેગે'
(૫, આનંદઘનજી મહારાજ) અર્થાત્ પસાર થતાં દ્રવ્યપ્રાણો વડે હવે હું પ્રમાદનો ત્યાગ કરી ભાવપ્રાણીની રક્ષા, વૃધ્ધિ અને શુધ્ધિ કરી લઉં. a આયુષ્ય કઈ રીતે બંધાય?
આયુષ્યનો બંધ સુવિશધ્ધ પરિણામમાં કે મિશ્ર પરિણામમાં થતો નથી. પણ ઘોલ પરિણામે બંધાય. જેમ ગાય ભયથી અટકી અટકીને ફરી ફરી પાણી પીવે તેમ જીવ આયુષ્ય યોગ્ય અધ્યવસાય વડે જાતિ, નામ અને આયુષ્યાદિ કર્મ એક મંદ કે ત્રણ–ચારે કે શતાદિ મંદ-મંદતમ અધ્યવસાય વડે કર્મબંધ થાડે બાંધે. નરક સિવાય ત્રણ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિમાં શુભરસ કારણ છે. કારણ કે પુણ્ય પ્રકૃતિના કારણભૂત છે. આયુષ્ય કર્મની સાથે તેની ગતિ બંધાય છે. જ્યારે નરકાયુષ્ય સંકલેશના કારણભૂત પાપ પ્રકૃતિના કારણભૂત છે. દેવ–નારકનું આયુષ્ય સાગરોપમ સ્થિતિનું બંધાય અને ગતિ કોડાકોડી સાગરોપમમાં પણ બંધાય. તેથી તે ગતિ બીજા ભવમાં બીજી ગતિમાં સંક્રમીને પ્રદેશોદયથી ભોગવાય.
નવતત્વ // ૨૯૧