________________
જીવ ૧૦૦વર્ષનું આયુષ્ય બાંધીને આવ્યો હોય અને ૭પ વર્ષે અકસ્માતાદિનિમિત્ત મળતા આયુષ્ય પૂર્ણ થઈ જાય તો ૨૫ વર્ષનું આયુષ્યકાળ ટુકું થયું. પણ આયુષ્યના બાંધેલા દળિયા એક સાથે ઉદયમાં આવીને ભોગવાઇ જાય. (જેમ ઘાસનો પૂળો જલદી બળે, છૂટું ઘાસ બળતા વાર લાગે) આયુષ્યબંધને યોગ્ય અધ્યવસાયો મંદ હોવાને કારણે બંધ શિથિલ પડે તેથી તે નિમિત્ત મળતા જલદી ખપી જાય. 1 આયુષ્ય કર્મની અપવર્તના થવાના મુખ્ય બે કારણોઃ બાહ્ય અને અત્યંતર ()) અત્યંતર ઉપકમ (૧) રાગઃ પ્રેમીનો વિરહ સાંભળતા જ પ્રેમિકાનું મરણ (દૂતની
પાંચ પત્ની પતિ પરદેશ જતા જોઈવિરહ વેદનાથી મૃત્યુ પામી) (૨) સ્નેહઃ પુત્ર સ્નેહથી નાગકેતુના માતા-પિતાનું મરણ.
ભયઃ ગજસકુમાલના માથા પર ખેરના અંગારા ગોઠવ્યા ને કૃષ્ણ મહારાજાને સામેથી આવતા જોઈ અતિશય ભયના કારણે
બ્રાહ્મણ સોમીલ (સસરા)નું મૃત્યુ. (1)) બાલ ઉપક્રમ
અકસ્માતઃ મોટરાદિ અકસ્માત, વિજળી પડવી વગેરે. આહાર અતિ અલ્પ આહાર વડે ભૂખમરાથી, અને અધિક આહારથી કે પ્રતિકૂળ આહારથી પણ મૃત્યુ થાય. સંપ્રતિ મહારાજનો પૂર્વભવ. વાસોચ્છવાસ : ભયાદિ કારણો ઉપસ્થિત થતા શ્વાસોચ્છવાસ વધી જાય. (અતિશય દોડવું વગેરે) વેદના : પેટ–શૂળાદિ (તીવ્ર અશાતા વેદનીયના ઉદયથી
વિહ્વળ કર્મના દળિયા થયેલા આયુષ્ય જલ્દીથી ખપી જાય.) (૫) સ્પર્શ ઝેરી જતુ (સાપ, વીછી) વિષ કન્યાના સ્પર્શથી મૃત્યુ () ઉપઘાતઃ પર્વતાદિ પડવાથી, સમુદ્રમાં ડૂબવાથી.
નવતત્વ // ૨૮૯