________________
પુસ્તક જરૂરી તથા સ્વાધ્યાયથી શ્રમિત થાય તો નવકારવાળી જાપ માટે જરૂરી. આમ બધા ઉપકરણો જરૂરી તે વિના સામાયિક અનુષ્ઠાન ન થાય.
તેમ સામાયિકમાં પાંચ ઈન્દ્રિય અને મન એ સામાયિકના પરમ સાધન છે. તેના વિના સામાયિક અનુષ્ઠાન ન જ થઈ શકે. મન વિનાના પંચેન્દ્રિય તિર્યંચો સામાયિકના અધિકારી નથી બનતા પણ મનવાળા પંચેન્દ્રિય તિર્યંચો પણ સામાયિકના અધિકારી બની શકે છે. મનવાળા હોવા છતાંદેવ–નારકો અવધિજ્ઞાન હોવા છતાં નિકાચિત અવિરતિના ઉદયવાળા હોવાથી તેઓ પણ સામાયિકના અધિકારી બની શકતા નથી. યુગલિકો પણ અધિકાર પ્રાપ્ત ન કરી શકે ચરવળાનો ઉપયોગ જયણા માટે ન કરીએ અને તે હાથના ઓશિકા કે પગના નીચે ટેકા અર્થે કે કોઈને દાંડીથી મારવામાં ઉપયોગ કરીએ તો તે ઉપકરણ અધિકરણ થઈ જાય. તેમ મન અને ઈન્દ્રિયનો ઉપયોગ પણ વસ્તુનું જ્ઞાન કરી તેમાં હેયોપાદેયપૂર્વક વિવેક કરી હેયને છોડવામાં અને ઉદાસીનભાવ કેળવવામાં અને ઉપાદેયને ગ્રહણ કરી તેને અનુમોદના કરવામાં આવે તો તેને સમતાભાવની સિધ્ધિ થાય, આથી સામાયિક સમકિત વિના ન થઈ શકે. વ્યવહારથી દ્રવ્યથી સામાયિક આવે પરિણામથી ન આવે. સમકિત માટે મતિ-શ્રુત જ્ઞાન જોઈએ. શ્રુત માત્ર મનવાળ ને જ હોય. શ્રુતજ્ઞાન હોય એટલે સમ્યકત્વનું લક્ષણ અનુકંપા (જીરવયા). તેથી જીવોને દુઃખ ન આપવા તે જીવોને અભયદાન જરૂરી. તે માટે પ્રથમ દયા જરૂરી. ભાવદયા સમકિત વિના ન આવે. આથી સમક્તિ વિના સામાયિક નથી.
સંસાર આવશ્યક પુદ્ગલના વર્ણગંધાદિ ગુણોમાં વિષયોના રસપૂર્વક વાસ કરવો તે સંસારાવશ્યક છે.
સ્પર્શેન્દ્રિયથી આત્માના સમતા સ્વભાવરૂપ સામયિકનું ખંડન કઈ રીતે થાય?
સમતાસ્વભાવ સ્પર્શેન્દ્રિયના ૯૬ વિષયોથી ખંડિત થાય. અનંતકાળથી પરિભ્રમણ કરતા આત્માને સૌ પ્રથમ કર્મના ઉદયથી કાયાનો સંયોગ અને સ્પર્શેન્દ્રિયનો સંયોગ સંબંધ થયો છે અને તેના વિષયોનો સંબંધ અને સંસ્કાર પણ
નવતત્વ // ૧૭૪