________________
જુદા-જુદા ક્ષેત્રમાં ભમવું પડે વગેરે.
જાણવાની સાચી જિજ્ઞાસા અને આત્મામાં પરિણામ પમાડવાની જેને ભાવના છે એ વ્યક્તિ સમજવા માટે ગુરુ પાસે જતાં જતાં લખલૂટ કર્મનિર્જરા કરે છે. પુરુષાર્થ કર્મનિર્જરા કરાવે છે. શ્લોક કે ગાથા યાદ ન રહે તો પણ તેનો પદાર્થ આત્મામાં પરિણામ પામી જાય. તે પરમાત્માની આશા પાલનના ૩ ફળ (૧) શરીરને સમાધિ મળે (૨) મનને સમાધિ મળે (૩) આત્માને સમાધિ મળે.
શરીરને અસમાધિ થાય તો મન સતત એની પળોજણમાં રહેશે એને આત્માની સમાધિ મળે પણ ક્યાંથી?
પ્રથમ જિનાજ્ઞા તત્ત્વપરિચય અને તે માટે બીજી આજ્ઞા તત્ત્વજ્ઞાતા ગુરુની સેવા – તે શા માટે?
પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે દેખે પરમ નિધાન, હદય નયન નિહાળો જગધણી, મહિમા મેરુ સમાન
(પૂ. આનંદઘનજી) જ્યાં સુધી પોતાના આત્મામાં રહેલા પરમજ્ઞાનાદિ ગુણની ઋધ્ધિ જીવ જાણતો નથી ત્યાં સુધી અજ્ઞાન મોહદશાથી અંધ બનેલો બહાર ઉપાધિને ઋધ્ધિ માની તેની પાછળ દોડાદોડ કરી કસ્તુરમૃગલાની પેઠે દુઃખી-દુઃખી થશે. આથી સૌપ્રથમ પોતાનામાં રહેલી ગુણ ગઢધ્ધિનું પોતાને જ્ઞાન–ભાન થવું અને તેના જ સ્વામી ભોગી બની અનાદિ ભવભ્રમણના અંત માટેની મળેલી મનુષ્યભવ તરીકેની સુવર્ણ તકને સફળ કરે. તે માટે ગુરુ મુખે આત્માની સત્તાગત શુધ્ધ ગુણ સંપત્તિને જાણવાનો ઉલ્લાસ કરે.
આથી પૂ. આચાર્યશ્રી વાદિદેવસૂરિ નવતત્ત્વમાં હવે આત્મસંપત્તિને બતાવવાની શરૂઆત કરે છે.
નવતત્વ / ૪