________________
() કઠીન સ્પર્શ – નહીં નમવાના સ્વભાવવાળા (પત્થર) કર્કશ, રૂક્ષ (૭) સ્નિગ્ધ સ્પર્શ – સંયોગ પામવાના સ્વભાવવાળા (તૈલાદિ) (૮) રૂક્ષ – બંધ નહીં થવાના કારણરૂપ (રાગાદિ)
પુગલના ૮ સ્પર્શ વિષયોનો જોય કરવા ઈન્દ્રિય અને મનરૂપ દ્રવ્યપ્રાણ અને જ્ઞાનાદિ ભાવપ્રાણના સહાયની જરૂર પડે છે.
mયનું પૂર્ણ જ્ઞાન કરવામાં છમસ્થજીવો પરાધીન છે. અવધિજ્ઞાની અને મનઃ પર્યવજ્ઞાનીને પણ પ્રત્યક્ષ આત્માને સીધું–ઈન્દ્રિયોની (દ્રવ્ય) સહાય લીધા વિના માત્ર રૂપી શેયનું જ્ઞાન થાય પણ અરૂપી દ્રવ્યનું જ્ઞાન ન થાય. માત્ર કેવલીને જ પૂર્ણરૂપી–અરૂપીના શેયનું જ્ઞાન થાય. તે સિવાય શ્રુતજ્ઞાનીઓને તો દ્રવ્ય ભાવ મન-ઈન્દ્રિયની સહાય વિના ન થાય.
ભાવેજિયના બે ભેદ–લબ્ધિ અને ઉપયોગ
લબ્ધિ ભાવેન્દ્રિય એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મામાં જે જ્ઞાન શકિતરૂપે પ્રગટ થાય તે લબ્ધિ ભાવેન્દ્રિય છે અને તે જ્ઞાનના પરિણામ અરૂપી છે. જેમ વિજળીના ચક્રો ઉપર પાણીનો ધોધ પડતા વિજળી હાઉસમાં જેમ વિજળી પાવરરૂપે ભેગી થાય. તે વિજળી શક્તિ રૂપે અને તે વિજળી પાવર વાયરાદિ દ્વારા તેમાંથી પ્રવાહ રૂપે પસાર થઈબલ્બમાં પ્રકાશ રૂપે પ્રગટ થાય છે. તેમ આત્મપ્રદેશોમાં જ્ઞાનાવરણીય– દર્શનાવરણીય કર્મનું બંધન દૂર થતા અર્થાત્ જેટલા કર્મો આત્મ પ્રદેશોથી હટે તેટલું સત્તામાં શક્તિરૂપે રહેલું જ્ઞાન પ્રગટ થાય. જ્યારે આપણે કોઈ વસ્તુને જોય રૂપે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આત્મામાં પ્રગટેલું જ્ઞાન તે તે ઈન્દ્રિયો અને મન દ્વારા તે શેયનો જે બોધ થાય તે બોધને ઉપયોગ કહેવામાં આવે. તે ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય. અર્થાત્ લબ્ધિ અને ઉપયોગ એ આત્માના ભાવપ્રાણરૂપ છે. લબ્ધિ (જ્ઞાન શક્તિ રૂ૫) આત્મામાં પ્રગટ થાય અને તે લબ્ધિ દ્રવ્યેન્દ્રિય અને મન વડે તેની છદ્મસ્થોને મતિ-શ્રુતજ્ઞાન બોધરૂપે અનુભવ થાય. જ્યારે અવધિજ્ઞાન અને મન:પર્યતજ્ઞાન આત્મામાં પ્રગટ થાય પણ તેના બોધરૂપ ઉપયોગ માટે
નવતત્વ / ૧૭૭