________________
શુધ્ધ જ્ઞાનોપયોગ ભરેલો કળશ જેમ આત્મા પર ઢોળતો જાય તેમ તેમ અંદરના મોહમળ દૂર થવાથી અંદરમાં જે સમતા પડેલી છે તે પ્રગટ થશે. આત્મામાં સત્તામાં સમતા રહેલી છે તેના પર મિથ્યાત્વ મોહ–કષાય-વાસનાનો મળ જામી ગયો છે. તે શુધ્ધ જ્ઞાનના ઉપયોગરૂપ નિર્મલ જલના અભિષેકથી મોહ મળ પીગળશે પાતળો પડતો પડતો ઓછો થશે તેમ સમ્યગદર્શન સમતા પ્રગટ થતા જશે, તેમ તેમ કર્યો ચકચૂર થતા જશે. આમ આત્મા પવિત્ર થતો જાય. સમતા સ્વભાવ સ્વરૂપ બનતો જાય. સાધનામાં જ્ઞાનોપયોગની શુધ્ધિ વિના ધ્યાન આવે નહીં. કારણ આત્મજ્ઞાનનું ફળ ધ્યાન. ધ્યાનથી જ આત્મા કર્મરહિત થાય. તેથી શુધ્ધોપયોગની સાધના માટે દ્રવ્યપ્રાણ-ભાવપ્રાણનું સ્વરૂપ જ્ઞાન જરૂરી. આત્માનું જ્ઞાનપરિણામ મુખ્ય ભાવપ્રાણ છે. જ્ઞાન પરિણામનું મુખ્યકાર્ય, શેયના જ્ઞાતા બની એ જે શેયના સંયોગમાં હોઈએ તેના પણ જ્ઞાતા બની હેયોપાદેયના વિવેકપૂર્ણ જ્ઞાનનો નિર્ણય ઉપાદેય યમાં રુચી પરિણામ અને યજ્ઞયમાં ત્યાગ પરિણામ થાય ત્યારે આત્મા સમ્યગદર્શનના પરિણામને પામે અને તે પ્રમાણે હેયનો ત્યાગ કરવાનો પુરૂષાર્થ અને ઉપાદેયમાં ચિત્તની સ્થિરતાપૂર્વક આત્મા સ્વભાવનું જેટલું સંવેદન તે ધ્યાન અને તેનું ફળ સમતા નિર્જરા. ય રૂપે દ્રવ્યપ્રાણ-ભાવપ્રાણ સાધનાદિ સર્વ રૂપનો ઉપયોગ હોવો જરૂરી. 0 પુદ્ગલ સ્પર્શવિષયના ૮ પર્યાયઃ
– ચાર શુભ (૧) ગુરુ સ્પર્શ – વસ્તુ નીચે જવાના સ્વભાવ વાળી (લોખંડ) (૨) લઘુ સ્પર્શ – વસ્તુ ઉપર જવાના સ્વભાવ વાળી (૩) શીત સ્પર્શ – શીતળતામાં જવાનું મન થાય (જળ) (૪) ઉષ્ણતા સ્પર્શ – વસ્તુને નરમ કરનાર, પાક કરનાર (અગ્નિ)
- ચાર અશુભ (૫) મૃદુ સ્પર્શ – કમળની જેમ નમી પડવાનો સ્વભાવવાળો ગુરૂ, શીત
નવતત્વ // ૧૭૬